fbpx
રાષ્ટ્રીય

આગામી ૩ વર્ષમાં નવી ૪૦૦ વંદેભારત ટ્રેન ચલાવાશે

બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે આગામી ૩ વર્ષમાં ૪૦૦ વંદેભારત ટ્રેન ચલાવવામાં આવશે કેન્દ્રીય નાણાપ્રધાન આજે ર્નિમલા સિતારમણે ૨૦૨૨-૨૦૨૩નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી.

કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે. વંદે ભારત એક વૈભવી એરકન્ડિશન્ડ ચેર-કાર ટ્રેન છે. તે હાઇ સ્પીડ ટ્રેનો જેવી જ લાગે છે. વંદે ભારતની રચના ૧૬૦ કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ માટે કરવામાં આવી છે. તે જ સમયે, તેનો ટ્રાયલ રન ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યો હતો. વંદે ભારત ઓટોમેટિક એન્જિન ધરાવતી ટ્રેન છે.

તેની ઊંચી ઝડપને કારણે મુસાફરીનો સમય ઓછો થાય છે. યુરોપીયન ટ્રેન સ્ટાઇલ સીટ, રીડિંગ લાઇટ, જીપીએસ આધારિત ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મોડ્યુલર બાયો-ટોઇલેટ્‌સ અને અન્ય ઘણી સુવિધાઓ આ ટ્રેનને મુસાફરો માટે ખાસ બનાવે છે. ટેન્ડર મુજબ, આઇસીએફ ચેન્નાઇમાં ૩૦ રેક અને એમસીએફ રાયબરેલી અને આરસીએફ કપૂરથલામાં ૧૪ રેક બનાવવામાં આવશે. દિલ્હી-વારાણસી અને દિલ્હી-કટરા રૂટ પર દોડનારી પ્રથમ બે વંદે ભારત ટ્રેનો આઈસીએફ ચેન્નઈમાં બનાવવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/