fbpx
રાષ્ટ્રીય

શેન વોર્નની અંતિમ 20 મિનિટ, મિત્ર સંઘર્ષ કરતા રહ્યા, હૉસ્પિટલમાં જીવ ગુમાવ્યો

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું થાઇલેન્ડમાં 52 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકથી નિધન થયુ છે. આ સમાચારની પૃષ્ટી તેમના મેનેજમેન્ટે કરી છે. આ મામલે જાણકારી મળી છે કે શેન વોર્ન સાથે થાઇલેન્ડમાં કોહ સમુઇના પ્રાઇવેટ વિલામાં ત્રણ મિત્ર પણ હતા.

ઘટના સમયે મિત્રોએ 20 મિનિટ સુધી શેન વોર્નનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઇ શક્યા નહતા. આ જાણકારી  તપાસ કરી રહેલી થાઇલેન્ડ પોલીસે આપી છે.

મિત્ર-ડૉક્ટર્સે જીવ બચાવવાનો પ્રયાસ કર્યો

પોલીસ અનુસાર, વોર્ન અને ત્રણ અન્ય મિત્ર પ્રાઇવેટ વિલામાં રોકાયેલા હતા, આ દરમિયાન રાત્રે ભોજન સમયે શેન વોર્ન જ્યારે નીચે ના આવ્યો તો એક મિત્ર તેને જોવા માટે ગયો હતો. આ દરમિયાન શેન વોર્ન બેભાન હાલતમાં મળ્યો હતો, મિત્રોએ તેને CPR દ્વારા જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.

વોર્નને ઇમરજન્સીમાં થાઇ ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યા પણ વોર્નને આશરે 5 મિનિટ સુધી CPR આપવામાં આવ્યુ હતુ પરંતુ વોર્નનો જીવ બચાવી શક્યા નહતા. તે મોતનું કારણ જણાવી શકતા નહતા પરંતુ તેને શંકાસ્પદ પણ નહતા માની રહ્યા.

વોર્નની ડેડબોડી ઓસ્ટ્રેલિયા પહોચશે

ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી મારિસ પાયનેએ વોર્ન સાથે હાજર મિત્રો સાથે વાત કરી છે. સાથે જ વોર્નની બોડીને વતન લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યુ કે અમે થાઇ તંત્ર સાથે વાત કરી રહ્યા છીએ, તેમની સાથે દરેક સંભવ જરૂરી મદદ કરવાની વાત થઇ છે. જલ્દી વોર્નની ડેડબોડી ઓસ્ટ્રેલિયા પહોચશે.

શું છે CPR?

CPR એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન એક રીતની મેડિકલ થેરેપી છે, જે દર્દીનો જીવ બચાવવા માટે ઇમરજન્સી સ્થિતિમાં આપવામાં આવે છે. આ થેરેપી કાર્ડિયક એરેસ્ટ આવવા અથવા શ્વાસ લેવામાં તકલીફને કારણે આપવામાં આવે છે. આ થેરેપીથી અત્યાર સુધી કેટલાક લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/