fbpx
રાષ્ટ્રીય

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો કેળાના ટેસ્ટી-ટેસ્ટી ભજીયા

તમે ક્યારે ખાધા છે કેળાના ભજીયા? કેળાના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે. કેળાના ભજીયા જૈન લોકો પણ ખાઇ શકે છે. આ કેળાના ભજીયા ટેસ્ટમાં એટલા મસ્ત લાગે છે કે ના પૂછો વાત..તો જાણો કેવી રીતે ઘરે બનાવશો કેળાના ભજીયા..

સામગ્રી

7 નંગ કેળા

 ચણાનો લોટ

એક ટુકડો આદુનો

લીલા મરચા

સ્વાદાનુંસાર સિંધાલૂણ

હળદર

સીંગ તેલ

બનાવવાની રીત

  • કેળાના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ કેળાની છાલ નિકાળી લો.
  • ત્યારબાદ કેળાની ગોળ અથવા લાંબી ચિપ્સના આકારમાં કટ કરી લો.
  • હવે એક વાસણ લો અને એમાં ચણાનો લો.
  • આ ચણાના લોટમાં થોડુ-થોડુ પાણી નાંખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
  • આ ખીરામાં મીઠું, હળદર, આદુ, લીલા મરચા અને પાણી ઉમેરો.
  • ધ્યાન રહે કે ખીરું ઘટ્ટ રહે. જો ખીરું બહુ પાતળુ થઇ જશે તો ભજીયા ઉતરતા નહિં ફાવે.
  • હવે આ ખીરામાં એક ચમચી તેલ નાંખો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે સમારેલા કેળાને ખીરામાં ઉમેરી લો.
  • હવે કેળા સાથે ખીરાને તેલમાં નાંખો.
  • ભજીયા બન્ને બાજુથી આછા બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય એટલે એને બહાર કાઢી લો.
  • તો તૈયાર છે કાચા કેળાના ભજીયા.
  • આ ભજીયાને તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
  • જો તમે આ ભજીયાને મસાલા દહીં સાથે ખાઓ છો તો પણ મજા પડી જાય છે. જો તમે આ રીતે કેળાના ભજીયા બનાવશો તો જરા પણ ચીકણાં નહિં બને.
  • કેળાના ભજીયા તમે બાળકોને ખવડાવો છો તો સ્વાસ્થ્ય માટે ખૂબ સારા સાબિત થાય છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/