fbpx
રાષ્ટ્રીય

ગરમીમાં શરીરમાં ઠંડક કરવા પીવો ‘ગુલકંદનું શરબત’, આ રીતે માત્ર 5 મિનિટમાં બનાવો ઘરે

કાળઝાળ ગરમીમાં અનેક લોકોને ઠંડા પીણા પીવા ગમતા હોય છે. ઠંડા પીણા ગરમીથી રાહત અપાવે છે. જો કે હાલના દિવસોમાં ગરમીનો પારો 41 આસપાસ પહોંચી ગયો છે. આ ગરમીમાં બાળકોથી લઇને તમામ લોકોએ બપોરના સમયે ઘરમાં રહેવું જોઇએ જેથી કરીને લૂ, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચી શકાય. જો કે આ ગરમીમાં બહારના પીણાં કરતા જો તમે ઘરે જ ઠંડુ-ઠંડુ કંઇક બનાવો છો તો તમારી હેલ્થને વધારે ફાયદો થાય છે. તો આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું જે તમને ગરમીથી રાહત આપશે અને શરરીને પણ અનેક રીતે ફાયદો કરશે. તો મોડુ કર્યા વગર જલદી તમે પણ નોંધી લો ગુલકંદનું શરબત કેવી રીતે ઘરે બનાવશો.

સામગ્રી

600 મિલી ફ્રેશ ક્રિમ

80 ગ્રામ ગુલકંદ

150 મિલી દૂધ

બેથી ત્રણ ટેબલસ્પૂન ઠંડાઇ

કન્ડેન્સ્ડ મિલ્ક

સમારેલા પિસ્તા

બનાવવાની રીત

  • ગુલકંદનું શરબત બનાવવા માટે સૌ પ્રથમ દૂધને મિક્સરમાં લો અને એમાં ઠંડાઇ પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  • ત્યારબાદ એને એક વાસણમાં કાઢી લો.
  • હવે એક બાઉલ લો અને એમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ઠંડાઇ અને ક્રીમ નાંખીને બરાબર મિક્સ કરી લો. જ્યાં સુધી આ બધુ બરાબર એક રસ ના થાય ત્યાં સુધી ગ્રાઇન્ડિંગ કરો.
  • આ મિશ્રણ બરાબર સ્મુધ થઇ જાય પછી એક ગ્લાસમાં લઇ લો.
  • ગ્લાસમાં લીધા પછી એમાં ગુલકંદ અને પિસ્તાથી ગાર્નિશ કરો.
  • તો તૈયાર છે ગુલકંદનું શરબત.
  • આ શરબત બનાવીને તમે ફ્રિજમાં મુકી દો અને ઠંડુ થવા દો.
  • એક કલાક પછી બહાર કાઢીને ઠંડો-ઠંડો પી લો ‘ગુલકંદ શરબત’
  • ગુલકંદમાં રહેલા તત્વો ગરમીમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/