fbpx
રાષ્ટ્રીય

સ્પાઈસ જેટનું પ્લેન તોફાનમાં ફસાયેલ ત્યારના અંદરના વિડીયો વાયરલ થયા

રવિવાર, ૧ મેના રોજ, સ્પાઇસજેટની બોઇંગ મ્૭૩૭ મુંબઈ-દુર્ગાપુર ફ્લાઇટ દુર્ગાપુર એરપોર્ટ પર ઉતરતી વખતે વાતાવરણમાં ગંભીર વિક્ષેપનો સામનો કરી હતી. તે દરમિયાન ફ્લાઈટમાં ઘણા લોકો હાજર હતા. અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા ૧૨ મુસાફરો અને ૩ ફ્લાઈટ એટેન્ડન્ટ ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડ્ઢય્ઝ્રછ એ પણ તપાસના આદેશ આપ્યા હતા. આ અકસ્માત સાથે જાેડાયેલો સૌથી ચોંકાવનારો પહેલો તેનો વીડિયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફ્લાઈટની અંદર શૂટ કરાયેલા આ વીડિયોમાં લોકો ડરેલા જાેવા મળી રહ્યા છે. આ સાથે મુસાફરોનો સામાન અને ખાવા-પીવાની અન્ય વસ્તુઓ જમીન પર પડી રહી છે. આ સિવાય ઓક્સિજન માસ્ક પણ બહાર લટકેલા છે. એટલું જ નહીં, ફ્લાઈટનો ઉપરનો ભાગ પણ તૂટી ગયો છે અને બહાર એક લાઈટ પણ લટકતી જાેવા મળી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પાયલટોની બુદ્ધિમત્તાના કારણે મુસાફરોથી ભરેલા પ્લેનને યોગ્ય રીતે તોફાનમાંથી બહાર કાઢવામાં આવ્યું. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જ્યારે વિમાન દુર્ગાપુર ઉતર્યું ત્યારે તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. તેમણે કહ્યું “સ્પાઈસજેટ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બદલ ખેદ વ્યક્ત કરે છે અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડી રહી છે.” સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો પર લોકો પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આ અકસ્માતની ભયાનકતા તો દરેક જણ કહી રહ્યા છે, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનો લોકોને સંતોષ છે. ટીએમસી પાર્ટીના ધારાસભ્ય બાબુલ સુપ્રિયોએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.ઉડતા પ્લેન સાથે નાનો અકસ્માત પણ મુસાફરો પર ગંભીર અસર કરી શકે છે. તાજેતરમાં સ્પાઈસ જેટ કંપનીનું પ્લેન લેન્ડિંગ વખતે ટર્બ્યુલન્સમાં ફસાઈ ગયું ત્યારે પણ આવું જ બન્યું હતું. આ ફ્લાઈટને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો પોતાનો જીવ હથેળી પર લઈ બેઠેલો જાેવા મળી રહ્યો છે. ફ્લાઈટની અંદરની ધમાલ જાેઈને સમજી શકાય છે કે જ્યારે લોકો ફ્લાઈટની અંદર હતા ત્યારે તેમના મનમાં કેવા વિચારો આવતા હશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/