fbpx
રાષ્ટ્રીય

WHOએ કહ્યુ-ભારતમાં કોવિડથી 47 લાખ મોત થયા, ડૉ.ગુલેરિયાએ વિશ્વાસ ન કરવા 3 કારણ

WHOએ કહ્યુ-ભારતમાં કોવિડથી 47 લાખ મોત થયા, ડૉ.ગુલેરિયાએ વિશ્વાસ ન કરવા 3 કારણ…કોરોના વાયરસના મોતોને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જે રિપોર્ટ જાહેર કર્યો છે, તેના પર વિવાદ ઊભો થઈ ગયો છે. એક આપત્તિ તો ભારતે જ નોંધાવી દીધી છે. સ્પષ્ટ કરી દીધું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પર વિશ્વાસ કરી શકાય નહીં. હવે AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ આ તરફ ઈશારો કર્યો છે. તેમના તરફથી 3 મોટા કારણ બતાવી દેવામાં આવ્યા છે જેના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પર ભરોસો કરી શકાય નહીં તેઓ કહે છે કે ભારતમાં જન્મ-મૃત્યુના આંકડા નોંધાવવાની વ્યવસ્થિત રીત છે, જેમાં કોરોના વાયરસ સિવાય દરેક પ્રકારના મોતના આંકડા નોંધાય છે, જ્યારે આ આંકડાનો ઉપયોગ જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કર્યો નથી. બીજા કારણને લઈને ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે આંકડા જમા કર્યા છે તે વિશ્વસનીય નથી, તે ગમે ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે. અપુષ્ટ સ્ત્રોતોમાંથી, મીડિયા રિપોર્ટમાંથી કે કોઈક અન્ય સ્ત્રોતમાંથી જે અવૈજ્ઞાનિક રીતે જમા કરવામાં આવ્યા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ત્યાંથી આંકડા લઈ લીધા જેના પર ભરોસો કરી શકાય નહીં.એ સિવાય ડૉ. રણદીપ ગુલેરિયાએ કોરોના વાયરસના મોતો બાદ કારોના વાયરસના કારણે મૃત્યું પામનારા લોકોના પરિવારજનોને આપવામાં આવેલા વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમની નજરોમાં જો એટલા લોકોના મોત થયા હોત તો તેમના પરિવાર સરકાર પાસે આર્થિક સહાય જરૂર માંગતા. આ બાબતે તેઓ જણાવે છે કે ભારતે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા પરિવારોને સરકારે વળતરનું પ્રવધાન કર્યું છે. જો એટલા મોત થયા હોત તો તે રેકોર્ડ હોત. જીવ ગુમાવનાર પરિવારના લોકો વળતર માટે આગળ આવતા, એટલે તેના પર ભરોસો કરી શકાય નહીં.આ પહેલા નીતિ આયોગન સભ્ય વી.કે. પૉલ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓને યોગ્ય માન્યા નહોતા. તેમણે કહ્યું હતું કે જ્યારે પહેલાથી જ ભારત પાસે કોરોનાથી ઉપલબ્ધ થયેલા આંકડાઓ ઉપસ્થિત છે, એવી સ્થિતિમાં એ મૉડલને મહત્ત્વ આપી શકાય નહીં, જ્યાં માત્ર અનુમાન મુજબ આંકડા જાહેર કરવામાં આવ્યા હોય. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના કારણે થયેલા મોતોના આંકડાનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના વાયરસના કારણે 47 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. તો ભારતના જે સત્તાવાર આંકડા છે તે 5 લાખથી વધારે છે. એવામાં ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પર આપત્તિ નોંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/