fbpx
રાષ્ટ્રીય

ડોલરના મુકાબલે રૂપિયો સૌથી નિચલા સ્તરે પહોંચ્યા

આજે ઇન્ટરબેન્ક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો ડોલરના મુકાબલે ૭૭.૧૭ પર ખુલ્યો અને થોડા સમયમાં ૫૨ પૈસાના ઘટાડા સાથે ૭૭.૪૨ પર આવી ગયો હતો. આ પહેલાં પાછલા સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો ૫૫ પૈસા તૂટી ૭૬.૯૦ પર બંધ થયો હતો. ભારતીય શેર બજારમાં પણ સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર બંધ થયા હતા. રૂપિયામાં સતત થઈ રહેલાં ઘટાડાની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રૂપિયામાં ઘટાડાની સૌથી મોટી અસર આયાત પર જાેવા મળશે. ભારતમાં આયાત થનારી વસ્તુની કિંમતમાં વધારો થશે. ભારતમાં ૮૦ ટકા કાચુ તેલ આયાત થાય છે એટલે કે તેનાથી ભારતે તેલની વધુ કિંમત ચુકવવી પડશે અને વિદેશી મુદ્રા વધુ ખર્ચ થશે. તેવામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. આ સિવાય ઇલેક્ટ્રોનિક સામાન પણ મોંઘો થઈ શકે છે. ભારતીય રૂપિયામાં ડોલરના મુકાબલે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો થયો છે. સોમવારે ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નિચલા સ્તરે પહોંચી ગયો છે. ગ્લોબલ બજારમાં અમેરિકી ડોલરમાંતેજીને કારણે રૂપિયામાં ઘટાડો થયો છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે રૂપિયો ૫૨ પૈસાના ઘટાડા સાથે ૭૭.૪૨ રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. ડોલરના મુકાબલે આ ભારતીય રૂપિયામાં સૌથી મોટો ઘટાડો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/