fbpx
રાષ્ટ્રીય

નીટ પીજીની પરીક્ષા ૨૧ મેએ જ યોજાશે: સુપ્રીમ કોર્ટનો નિર્ણય

૨૧મી મેના રોજ થનારી દ્ગઈઈ્‌-ઁય્ ૨૦૨૨ પરીક્ષાને મોકુફ કરવા કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે હાલ પરીક્ષા મોકુફ કરવાથી અરાજકતા અને અનિશ્ચિતતા પેદા થશે. તેનાથી પેશન્ટ કેર પણ પ્રભાવિત થશે અને તૈયારી કરનારા ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ખોટું ગણાશે. કોર્ટે પોતાની ટિપ્પણીમાં એમ પણ કહ્યું કે પ્રવેશમાં કોઈ પણ પ્રકારના વિલંબથી દર્દીઓની દેખભાળ અને હોસ્પિટલોમાં કામગીરી પ્રભાવિત થાય છે. પરીક્ષા મોકુફ કરવાની ભલામણ પર વિચાર કરાયો છે. વિચાર-વિમર્શ બાદ ર્નિણય લેવાયો છે કે હાલ પરીક્ષા મોકુફ કરીને પેશન્ટ કેરને પ્રભાવિત થવા દેવાય નહીં. કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે રાજ્ય સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એવા ડોક્ટર છે જેમણે ૨૦૨૨ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૨ લાખ ૬૦૦૦થી વધુ ડોક્ટરોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે. જે ગત ૨ વર્ષમાં પરીક્ષામાં બેસનારા ડોક્ટરોની સંખ્યા કરતા ઘણી વધુ છે.

પરીક્ષામાં વિલંબ અન્ય ક્ષેત્રો જેમ કે સુપર સ્પેશિયાલિટી એડમિશનને પણ પ્રભાવિત કરશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ વર્ષે આપણી પાસે ગત બે વર્ષમાં થયેલો પરીક્ષામાં વિલંબનું કારણ એટલે કે કોરોનાવાયરસની ચિંતા નથી. હવે પરીક્ષામાં વિલંબ મોટા પાયે પ્રભાવિત કરશે. તેનાથી સુપર સ્પેશિયાલિટી પરીક્ષા વગેરે માટે ઈન્ટર્નશીપની છેલ્લી તારીખને પણ અસર થશે. વિદ્યાર્થીઓ તૈયારી માટે પુરતો સમય ન મળ્યાનો હવાલો આપીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસે દ્ગઈઈ્‌ ઁય્ ૨૦૨૨ પરીક્ષાને ૮ સપ્તાહ માટે ટાળવાની માગણી કરી રહ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ આ અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ૨૧મી મેથી થનારી નીટ-પીજી પરીક્ષા હાલ મોકુફ રાખવાની અપીલ કરી હતી. આઈએમએ આરોગ્ય મંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને ઓછો સમય મળ્યો છે. આવામાં પરીક્ષાર્થીઓનું હિત જાેતા હાલ પુરતી પરીક્ષા મોકુફ કરવી જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/