fbpx
રાષ્ટ્રીય

રતલામ સ્ટેશન પર ટ્રેન ઉપડવાનું વાર હોવાથી મુસાફરોએ ગરબા કર્યા

ભારતીય રેલવે દેશની લાઇફ લાઇન ગણવામં આવે છે. પરંતુ એ પણ કહેવામાં આવે છે કે રેલવે ક્યારેય સમયસર પહોંચતી નથી. એવામાં રેલવેએ ગજબનું કારનામો કરી બતાવ્યો છે. જાેકે મધ્યપ્રદેશના રતલામ સ્ટેશન પર ટ્રેન ૨૦ મિનિટ પહેલાં પહોંચી ગઇ. તેનાથી મુસાફરોએ એટલા ખુશ થયા કે સ્ટેશન પર જ ગરબા કરવા લાગ્યા. આ ગરબા ડાન્સનો વીડિયો રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ઘટના મધ્યપ્રદેશના રતલામ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ ની છે. આ પ્લેટફોર્મ પર જે ટ્રેન પહોંચી તે ધાર્મિક યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ હતા. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસ-હરિદ્રાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (૨૨૯૧૭) હતી જે બાંદ્રાથી હરિદ્રાર જઇ રહી હતી.

બુધવારે રાત્રે જેવી રતલામ પહોંચી તો એક કોચમાંથી મોટી સંખ્યામાં મુસાફરો ઉતર્યા અને તેમણે ગરબા કરવાનું શરૂ કર્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ગરબા ડાંસનો વિડીયો પોતાના ટિ્‌વટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં કેટલાક મુસાફરો ગુજરાતી ડાન્સ કરતાં જાેવા મળે છે. તેને શેર કરતાં રેલવે મંત્રીએ કેપ્શન લખી ‘મજા મા’ તમને જણાવી દઇએ કે ટ્રેનના રતલામ પહોંચવાનો સમય રાત્રે ૧૦ઃ૩૫ વાગ્યાનો હતો અને ૧૦ઃ૪૫ તે આગળ રવાના થાય છે. બુધવાર આ ટ્રેન નક્કી સમય કરતાં ૨૦ મિનિટ પહેલાં રતલામ પહોંચી ગઇ. એટલા માટે ત્યાં હાજર મુસાફરોએ કોચમાં બેસવાના બદલે સ્ટેશન પર ગરબા કર્યા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/