fbpx
રાષ્ટ્રીય

મુકેશ અંબાણીના પૌત્રએ જીઓ વર્લ્ડ સેન્ટરમાં સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું

જીઓ વર્લ્‌ડ સેન્ટર ખાતે ડાન્સર રાધિકા મર્ચન્ટનો આરંગેત્રમ સમારોહ ગ્રાન્ડ થિયેટરમાં યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રીના પત્ની રશ્મિ ઠાકરે, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને તેજસ ઠાકરે સહિત સમગ્ર અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ આરંગેત્રમ સમારોહમાં હાજરી આપી હતી. તેમજ બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ આ સમારોહમાં ભાગ લીધો હતો. પરંતુ આ બધાની વચ્ચે મુકેશ અંબાણીના પૌત્ર ‘પૃથ્વી’એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મુકેશ અંબાણી સાથે પૃથ્વીની ખાસ બોન્ડિંગ જાેવા મળી હતી. જુઓ અંબાણીના પૌત્રની ક્યૂટ તસવીરો. ડાન્સર રાધિકાની આરંગેત્રમ સેરેમની મુંબઈના જિયો વર્લ્‌ડ સેન્ટરમાં થઈ રહી છે. રાધિકાના ખાસ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવારે હાજરી આપી હતી. મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીએ આ પ્રસંગે હાજરી આપી હતી. મુકેશ અંબાણી પહેલીવાર તેમના પૌત્ર સાથે મીડિયા સમક્ષ હાજર રહ્યા હતા. પૃથ્વી, આકાશ અને શ્વેતા અંબાણીના પુત્ર છે.

મુકેશ અંબાણી તેમના પુત્ર આકાશ અને પૌત્ર પૃથ્વી સાથે સમારોહમાં પહોંચ્યા હતા. એશિયાના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રુપના સર્વેસર્વા મુકેશ અંબાણીના પૌત્ર ખૂબ જ આનંદ અને ખુશી સાથે નજર આવ્યા હતા. જિયો વર્લ્‌ડ સેન્ટરમાં દાદા મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આકાશ અંબાણી અને શ્વેતા અંબાણી દાદી કોકિલાબેન સાથે જીઓ વર્લ્‌ડ સેન્ટર પહોંચ્યા હતા. અંબાણી પરિવાર હંમેશાની માફક સ્ટાઇલિશ આઉટફિટ્‌સમાં જાેવા મળ્યો હતો. નીતા અંબાણી અને મુકેશ અંબાણી રાધિકાના આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. નીતા અંબાણી પોતાની ઝરીવાળી સાડીમાં જીઓ વર્લ્‌ડ સેન્ટરમાં પ્રવેશ્યા હતા. બોલિવૂડ એક્ટર રણવીર સિંહે રાધિકા મર્ચન્ટના આરંગેત્રમ સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અભિનેતા સલમાન ખાન અને આમિર ખાન સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓ હાજર રહેશે. અભિનેત્રી સાગરિકા ઘાટગે તેના પતિ ઝહીર ખાન સાથે સમારોહમાં સામેલ થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/