fbpx
રાષ્ટ્રીય

ઉદ્ધવ સરકારના ૨૦૦ નિર્ણયોની માહિતી રાજ્યપાલે માંગી

રાજ્યમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરે રાજ્યપાલને પત્ર લખી ર્નિણયોની તપાસ કરાવવાની માંગ કરી હતી. વિપક્ષનો આરોપ છે કે અલ્પમતમાં ચાલી રહેલી સરકાર, આ પ્રકારે કેમ ર્નિણય લઈ શકે છે. પ્રવીણ દરેકરે આરોપ લગાવ્યો કે સરકાર ઉતાવળમાં ર્નિણય કરી રહી છે. મહારાષ્ટ્રમાં એક સપ્તાહ કરતા વધુ સમયથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે અને વિપક્ષનો આરોપ છે કે રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર અલ્પમતમાં છે. શિવસેનાના ૩૬થી વધુ ધારાસભ્યોએ શિંદેની આગેવાનીમાં બળવો કરી દીધો છે અને તેમણે ગુવાહાટીમાં પોતાનો કેમ્પ બનાવ્યો છે. તો શિવસેનાનો દાવો છે કે અનેક બળવાખોર ધારાસભ્યો તેના સંપર્કમાં છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યમાં નેતા વિપક્ષ પ્રવીણ દરેકરની ફરિયાદ પર સરકારના ર્નિણય વિશે જાણકારી માંગી છે.

રાજ્યપાલના પ્રમુખ સચિવ સંતોષ કુમારે જણાવ્યુ કે રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી ૨૨-૨૪ જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી પ્રસ્તાવો (જીઆર) અને પરિપત્રોની તમામ જાણકારી આપવાનું કહ્યું છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકારે અલ્પમતમાં હોવા છતાં અંધાધુંધ ર્નિણય લીધા અને કરોડો રૂપિયા જારી કરવાનો આદેશ આપ્યો. મહાવિકાસ અઘાડીની સરકારમાં સહયોગી દળ નેશ્નલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ દ્વારા નિયંત્રિત વિભાગોથી ૨૨-૨૪ જૂન સુધી વિભિન્ન વિકાસ સંબંધી કાર્યો માટે કરોડો રૂપિયાની ધનરાશિ જારી કરવાનો સરકારી આદેશ કર્યા બાદ રાજ્યપાલ ઓફિસે જાણકારી આપવા સંબંધિત નિર્દેશ આપ્યો છે. રાજ્યપાલ ઓફિસ દ્વારા જારી પત્ર અનુસાર, રાજ્યપાલે ૨૨-૨૪ જૂન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જારી જીઆર, પરિપત્રો વિશે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/