fbpx
રાષ્ટ્રીય

બિહારમાં ૩ વર્ષની બાળકીને જીવતી કબ્રસ્તાનમાં દાટેલી હાલતમાં મળી આવી

બિહારમાં અત્યંત ડરામણી ઘટના છપરાના કોપામાં ઘટી. અહીં ત્રણ વર્ષની બાળકીને મારી નાખવાની દાનતથી ગળું દબાવીને જમીનમાં દાટી દેવામાં આવી. બાળકીએ જ્યારે બૂમો પાડી તો ર્નિદયતાપૂર્વક તેના મોઢામાં માટી ઠૂસી દેવાઈ અને આ કરતૂત કોઈ પારકાએ નહીં પરંતુ તેની જ સગી માતા અને નાનીએ કરી. આરોપ મુજબ માતા અને નાનીએ બાળકીને કોપામાં મરહા નદી કિનારે કબ્રસ્તાનમાં દાટી દીધી. ત્યારબાદ ત્યાં લાકડીઓ વીણનારી મહિલાઓ પહોંચી તો તેમણે જાેયું કે માટી હલી રહી છે. જમીનની અંદરથી કઈંક સિસકારા જેવો અવાજ આવે છે. પહેલા તો ડરી ગઈ અને ભૂત ભૂત કહીને બૂમો પાડવા લાગી ત્યારબાદ સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને ખોદકામ કરવા લાગ્યા. ખોદકામ બાદ જમીનની નીચેથી ૩ વર્ષની બાળકી જીવિત નીકળી. ગ્રામીણોએ ઘટનાની સૂચના પોલીસને આપી. પોલીસને જાણ થતા જ તરત ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. બાળકીને ગ્રામીણોએ જમીનમાંથી બહાર કાઢીને પાણી પીવડાવ્યું. ઘાયલ સ્થિતિમાં તે સ્થાનિકોને મળી હતી. ત્યારબાદ કોપા પોલીસે બાળકીની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી.

બાળકીએ પોલીસને પોતાની માતાનું નામ લાલી બતાવ્યું છે. તે પોતાના ગામનું નામ જણાવી શકતી નથી. તેણે ડરતા ડરતા કહ્યું કે મારી માતા અને નાનીએ મને દાટી દીધી હતી. કોપા પોલીસે જણાવ્યું કે બાળકીના પરિજનોની ભાળ મેળવવવામાં આવી રહી છે. બાળકીની સારવાર આશા વર્કરની દેખરેખમાં થઈ રહી છે. બિહારના છપરાથી એંક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક માતાની મમતા લજવાઈ છે. છપરામાં માતા અને નાનીએ મળીને ૩ વર્ષની એક માસૂમ બાળકીને કથિત રીતે જમીનમાં દાટી દીધી અને પછી બચવા માટે પુરાવા પણ નષ્ટ કરવાની કોશિશ કરી. આરોપ છે કે જમીનમાં દાટી દેતા પહેલા બાળકીને ગળું દબાવીને મારી નાખવાની પણ કોશિશ કરી અને તેને મૃત સમજીને દાટી દીધી. પરંતુ કહે છે ને મારવા કરતા બચાવવાવાળો મહાન છે, ‘જેને રામ રાખે તેને કોણ ચાખે’. ગળું દબાવીને જમીનમાં દાટી દીધી હોવા છતાં ૩ વર્ષની માસૂમ બાળકીનો જીવ બચી ગયો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/