ગુજરાત કેમિકલકાંડના માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપે છે : રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કેમિકલકાંડથી થયેલા મોત અંગે નિશાન સાધ્યું છે. અત્રે જણાવવાનું કે આ ગોઝારા કેમિકલકાંડથી અત્યાર સુધીમાં ૪૩ લોકોના મોત થયા છે. કોઈ બહેને ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાનો પતિ તો કોઈએ પોતાના પિતા. સૌથી વધુ મોત બોટાદમાં થયા છે. બોટાદમાં ૩૨ લોકો અને અમદાવાદમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં ૧૫ જેટલા આરોપીઓની પણ ધરપકડ કરી છે. ગઈ કાલે ૭ જેટલા આરોપીઓ પકડાયા હતા.
રાહુલ ગાંધીએ આજે એક ટ્વીટ કરીને કહ્યું કે ‘ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર ઉજડી ગયા. ત્યાં સતત અબજાેની ડ્રગ્સ પણ જપ્ત થઈ રહી છે. જે ખુબ ચિંતાની વાત છે. આ કોણ લોકો છે જે બાપુ અને સરદાર પટેલની ધરતી પર બેધડક નશાનો કારોબાર કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપી રહી છે?’ બોટાદ કેમિકલકાંડ મામલે રાજ્યના ગૃહ વિભાગે પણ મોટી કાર્યવાહી હાથ ધરી. બોટાદના બરવાળા કેમિકલકાંડની ગાજ પોલીસકર્મીઓ પર પડી. રાજ્ય સરકારે મોટી કાર્યવાહી હાથ ધરીને ૨ એસપીની બદલી કરી નાખી. જ્યારે ૬ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા.
બોટાદના જીઁ કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય જીઁ વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. ગૃહવિભાગે કેમિકલ કાંડમાં ૬ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. જેમાં બોટાદ ડ્ઢરૂજીઁ એસ.કે. ત્રિવેદી, ધોળકા ડ્ઢરૂજીઁ એન.વી.પટેલ અને ધંધૂકા ઁૈં કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. તો સાથે જ બરવાળા ઁજીૈં ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા અને રાણપુર ઁજીૈં શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.
Recent Comments