fbpx
રાષ્ટ્રીય

દિલ્હીના મંડાર જૈન સંઘમાં આચાર્ય લોકેશજીના સહયોગથી સર્વધર્મ સંત સમાગમ સમારોહનું આયોજન, વિવિધ ધર્મના સંતો ઉપસ્થિત રહ્યા

જૈનાચાર્ય વિજય રત્નાચલ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી અને આચાર્ય ડૉ.લોકેશજીના સહયોગથી વિવિધ ધર્મના ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં શ્રી મંડાર જૈન સંઘ, દિલ્હી ખાતે સર્વધર્મ સંત સમાગમ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારતના સર્વ ધર્મ સંસદના કન્વીનર ગોસ્વામી સુશીલજી મહારાજ, દલાઈ લામાના પ્રતિનિધિ બૌદ્ધ આચાર્ય યેશીજી, ગુરુદ્વારા બંગ્લા સાહિબ કમિટીના અધ્યક્ષ પરમજીત સિંહજી , વૈશ્વિક સંત સમાજના સ્થાપક ચંદ્રદેવજી ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણ ફાઉન્ડેશન, સ્વામી ચંદ્રદેવજી, સ્વામી વિશ્વાનંદજીએ આ પ્રસંગે ખાસ સંબોધન કર્યું હતું. વિશ્વ શાંતિદૂત જૈન આચાર્ય ડૉ.લોકેશજીએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર દ્વારા દર્શાવેલ જૈન દર્શન વૈજ્ઞાનિક તેમજ વર્તમાન સમયમાં વધુ પ્રાસંગિક છે, તેમના દ્વારા અનેક વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શક્ય છે. તેમણે કહ્યું હતું કે,  ‘જીવો અને જીવવા દો’ની હિમાયત કરતો જૈન સમાજ લોકકલ્યાણના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે. જૈનાચાર્ય વિજય રત્નાચલ સૂરીશ્વરજીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનું અધઃપતન થઈ રહ્યું છે, તેના માટે સમાજ અને ખાસ કરીને યુવા પેઢીએ સાવધાનીપૂર્વક ચાલવાની ખૂબ જ જરૂર છે.  તેમણે શ્રી મંડાર જૈન સંઘની પ્રશંસા કરી સર્વ ધર્મ સમાગમ સમારોહના આયોજન બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે ગોસ્વામી સુશીલજી મહારાજ, બૌદ્ધ આચાર્ય યેશીજી, સરદાર પરમજીત સિંહજી , સ્વામી ચંદ્રદેવજી અને સ્વામી વિશ્વાનંદજીએ એક અવાજે જણાવ્યું હતું કે આજે જે રીતે ઓનલાઈન સંસાધનો દ્વારા અશ્લીલ કાર્યક્રમો બતાવવામાં આવે છે, જે આપણા સામાજિક અને નૈતિક મૂલ્યોને ઠેસ પહોંચાડે છે. તેમણે તેમના પર પ્રતિબંધની માંગ કરી હતી . રૂપેશભાઈ અને તેમના સહયોગીઓએ સુરતથી આ સમાગમ સમારોહની શરૂઆત ભજન દ્વારા કરી હતી અને સમગ્ર વાતાવરણને પોતાના ભજનથી મંત્રમુગ્ધ કરી દીધું હતું. આ પ્રસંગે પ્રો. રતન જૈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, તાત્કાલિક અસરથી, યુવા જાગરણ મંચના એડવોકેટ્સ અભય શાહ, આર્જવ ગાંધી, ધાર્મિક શાહ, દિવ્યેશ શાહ, જૈનમ ડાયરા અને દર્શન જોટા દ્વારા સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પરથી ગંદા અપશબ્દો, વ્યભિચાર અને અશ્લીલતાના કાર્યક્રમોનું પ્રસારણ પર નિયંત્રણ લાવવાના હેતુથી, 20,000 લોકોની સહી સાથે તૈયાર કરેલું મેમોરેન્ડમ બતાવવામાં આવ્યું હતું . તેમણે આ મેમોરેન્ડમ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને માહિતી અને પ્રસારણ પ્રધાનને સોંપવાની ખાતરી પણ આપી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/