દિલ્હીના બુદ્ધવિહાર વિસ્તારમાંથી હત્યા અને આત્મહત્યાનો એવો કેસ આવ્યો કે, સૌ કોઈ દંગ રહી ગયા…
શહેરના બુદ્ધવિહાર વિસ્તારમાં માતાની હત્યા કર્યા પછી પુત્રએ આત્મહત્યા કર્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસને એક દિવસ પહેલાં ઘટનાસ્થળેથી ૭૭ પેજની સુસાઈડ નોટ મળી આવી હતી. જેને વાંચ્યા બાદ ઓફિસર પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. માતાની હત્યા કરનારા પુત્રએ મોત પહેલાં સંપૂર્ણ ઘટનાક્રમની જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતુ કે, માતાની હત્યા ૧ સપ્ટેમ્બરે કરી હતી. ૨ દિવસ તેણે લાશ સાથે વિતાવ્યા છે અને માતાને બિમારીમાંથી મુક્તિ અપાવી હવે તે આત્મહત્યા કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના બુદ્ધવિહાર વિસ્તારમાં રોહિણી સેક્ટર ૧૪ પાસે આવેલા એક ફ્લેટમાં બનાવ અંગે સૂચના મળી હોવાથી રવિવારે સાંજે પોલીસ ત્યાં પહોંચી હતી. દરવાજાે તોડીને અંદર જાેયું તો ક્ષિતિજ ઉર્ફે સોનુ (૨૫ વર્ષ)ની લોહીલુહાણ લાશ બેડ પર પડી હતી. જ્યારે બાથરૂમમાં ક્ષિતિજની માતા મિથિલેશનો મૃતદેહ સંપૂર્ણ રીતે કહોવાઈ ગયેલી હાલતમાં મળ્યો હતો.
ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં ક્ષિતિજે પોતે જ ગળું કાપ્યું હોવાનું જણાવ્યું હતું. સોમવારે પોલીસે આ કેસમાં તપાસ આગળ વધારી અને ૭૭ પેજની સૂસાઈડ નોટને વાંચીને હેરાન થઈ ગયા હતા. આ નોટમાં કેટલીક ચોંકાવનારી બાબતો લખી હતી. સુસાઈડ નોટના પ્રમાણે, ક્ષિતિજે તેની માતા મિથિલેશની હત્યા ૧ સપ્ટેમ્બરે કરી હતી અને બે દિવસ સુધી તે માતાની લાશ સાથે રહ્યો હતો. પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં માતાની હત્યા કર્યા બાદ બે દિવસ સુધી ઘરમાં શું-શું કર્યુ તેનો ઉલ્લેખ કર્યો હતો. ક્ષિતિજે લખ્યુ કે તેનો કોઈ મિત્ર ન હતો. પિતાની મૃત્યુ પછી આર્થિક તંગી હતી. માતા બીમાર રહેવા લાગી હતી. પોતે તે પણ બીમાર રહેતો હતો. ઈલાજ કરાવવા માટે પૈસા ન હતા. ક્ષિતિજ માતાને બીમારીવાળા શરીરથી મુક્તિ અપાવવા માંગતો હતો. પછી ગુરુવારે (૧ સપ્ટેમ્બર) તેણે ઘરમાં રાખેલા વાયરથી માતાનું ગળું દબાવ્યું, પછી ધારદાર કટર વડે ગળું કાપીને હત્યા કરી દીધી હતી.
તે માતાની લાશ સાથે બે દિવસ સુધી ઘરમાં રહ્યો હતો. હત્યાના કેટલાક કલાકો પછી લાશમાંથી દુર્ગંધ આવવા લાગી તો ગંગાજળ છાંટ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પાસે બેસીને ભગવદ્ ગીતાના પાઠ શરૂ કર્યા હતા. ક્ષિતિજે લખ્યું- લાશમાંથી સતત દુર્ગંધ આવતી હતી તેથી હું ભગવદ્ ગીતા આખી વાંચી શક્યો નહોતો. દુર્ગંધ દૂર કરવા ડિઓડ્રેન્ટ છાંટ્યું હતું. પોલીસને સુસાઈડ નોટમાં લખેલી બાબતોને વાંચ્યા બાદ ઘટનાસ્થળેથી તે તમામ વસ્તુઓ મળી આવી હતી. ક્ષિતિજે આર્થિક તંગી વિશે પણ લખ્યું છે.
પોલીસ અધિકારીઓના અનુસાર, સુસાઈડ નોટ વાંચ્યા બાદ એવું લાગે છે કે, ક્ષિતિજ ખુબ જ એકલો હતો. તેથી તે સાઈકોલોજિકલ ડિસઓર્ડરનો શિકાર થઈ ગયો હતો. પોતાની હાલતને લીધે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ક્ષિતિજની માતા સાથે દરરોજ સત્સંગમાં જનારી પાડોશી મહિલાએ ક્ષિતિજને કોલ કર્યો હતો. ત્યારે તેમએ પૂછ્યું હતુ કે, ‘તારી મમ્મી ક્યાં છે?’ તો ક્ષિતિજે જવાબ આપ્યો કે, ‘તે મરી ગઈ છે અને હવે હું પણ મરી રહ્યો છું.’ આ કહીને તેણે કોલ કાપી દીધો હતો. ત્યારબાદ પાડોશી મહિલાએ પોલીસને જાણકારી આપી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. દરવાજાે તોડ્યો તો માતા અને પુત્રની લાશ પડી હતી.
Recent Comments