fbpx
રાષ્ટ્રીય

આ દિવસે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ ટિકિટ માત્ર ૭૫ રૂપિયામાં, PVR-INOX સહિત ૪૦૦૦ સ્ક્રિન છે સામેલ

કોરોનાકાળ બાદ થિયેટર્સ-મલ્ટિપ્લેક્સમાં હજુ લોકો પાછાં ફર્યા નથી. સામાન્ય રીતે કોઈપણ થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં ૧૦૦ રૂપિયાની આસપાસ કે તેથી વધુ ટિકિટનો ભાવ લેવામાં આવે છે. ત્યારે આ વર્ષે નેશનલ સિનેમા દિવસે એટલે કે ૧૬મી સપ્ટેમ્બરે દેશના મોટા-મોટા મલ્ટિપ્લેક્સમાં માત્ર ૭૫ રૂપિયામાં જ મૂવીની ટિકિટ આપવામાં આવશે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષે અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટ્‌વીટર પર આ જાણકારી આપતા લખ્યું હતું કે, ‘માત્ર ૭૫ રૂપિયાની જ ટિકિટ આપીને થિયેટર્સ નેશનલ સિનેમા દિવસની ઉજવણી એકસાથે કરશે.

નેશનલ સિનેમા દિવસે ૪૦૦૦થી વધુ સ્ક્રિન આમાં ભાગ લેશે. તેમાં પીવીઆર, આઇનોક્સ, સિનેપોલ્સ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઇડ, એસિયન, મુક્તા એ૨, મૂવી ટાઇમ, વેવ, એમ૨કે, ડિલાઇટ અને અન્ય ઘણી સ્ક્રિન સામેલ છે. ઈંદ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મઝ્રૈહીદ્બટ્ઠડ્ઢટ્ઠઅ૨૦૨૨ ઈં૧૬ંરજીીॅ’ આ ઉપરાંત વધુ એક ટ્‌વીટમાં સ્ૈંછએ પ્રેસ રિલિઝ મૂકી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાકાળ બાદ સફળ રીતે થિયેટર્સના રિઓપનિંગ માટે દર્શકોને ‘થેન્ક્યૂ’ કહેવા માટે નેશનલ સિનેમા દિવસની આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ થિયેટર્સમાં લોકો બહુ ઓછા જાય છે. ત્યારે થિયેટર્સ માલિકોની ગાડી પાટે લાવવા માટે આ અનોખો નુસખો કરવામાં આવ્યો છે. આટલી ઓછી કિંમત રાખી લોકોને આકર્ષવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ ઉજવણીમાં ભાગ લેનારા ૪૦૦૦થી વધુ થિયેટર્સમાં એક દિવસનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત એસોસિએશને એ પણ જણાવ્યું હતું કે, જે થિયેટર્સ આ ઉજવણીમાં ભાગ લેશે તે તેમના સોશિયલ મીડિયા હેન્ડ્‌લ્સ પર પણ આ ડિસ્કાઉન્ટની જાહેરાત કરશે. સિનેમા દિવસ પર સૌથી સસ્તા ભાવે ટિકિટ વેચવાની શરૂઆત અમેરિકાએ કરી હતી. ૩ સપ્ટેમ્બરના દિવસે અમેરિકામાં રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમેરિકાએ કોઈપણ ફિલ્મની ટિકિટ ૩ ડોલર જ ભાવ રાખી દર્શકોને આકર્ષવાનો તખ્તો તૈયાર કર્યો હતો. હવે અમેરિકા બાદ ભારતમાં પણ આ નુસખો વાપરવામાં આવશે. જેમાં માત્ર ૭૫ રૂપિયામાં જ મૂવી ટિકિટ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/