fbpx
રાષ્ટ્રીય

પોતાના જન્મદિવસ પર આઠ ચિત્તાને MPના કુનો નેશનલ પાર્કમાં છોડી શકે છે PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નામિબિયાથી લાવવામાં આવી રહેલા આઠ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસના અવસર પર મુક્ત કરી શકે છે. ભારત સરકારે 1952માં ચિત્તાને દેશમાં લુપ્ત પ્રાણી તરીકે જાહેર કર્યા હતા. સરકારે 1970ના દાયકાની શરૂઆતમાં આ પ્રજાતિઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા અને આ વર્ષે 20 જુલાઈના રોજ નામિબિયા સાથે એક કરાર કરવામાં આવ્યો. ચિત્તા પ્રતિસ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કરવા તેઓ ભારતને આઠ ચિત્તા આપી રહ્યા છે.

પોતાના પ્રકારના પહેલા આંતર-ખંડીય મિશન અંતર્ગત પાંચ માદા અને ત્રણ નર ચિત્તા ખાસ ડિઝાઇન કરાયેલા બોઇંગ 747-400 એરક્રાફ્ટમાં નામીબિયાની રાજધાની વિન્ડહોકથી ભારત માટે રવાના થશે. તેઓ રાતભરની હવાઈ યાત્રા બાદ શનિવારે સવારે 17 સપ્ટેમ્બરે જયપુર પહોંચશે. આ પછી, ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા તેમના નવા ઘર મધ્ય પ્રદેશમાં કુનો નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે.

ચિત્તા સંરક્ષણ ફંડ (CCF) મુજબ, બે થી પાંચ વર્ષની વયના પાંચ માદા ચિત્તા અને 4.5 થી 5.5 વર્ષની વયના નર ચિત્તા આવશે. CCF એ આંતરરાષ્ટ્રીય બિન-લાભકારી સંસ્થા છે જેનું મુખ્ય મથક નામિબિયામાં છે. CCF અનુસાર, ચિત્તાઓને ભારત લાવવામાં આવનાર વિમાનમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે કે ચિત્તાના પાંજરા મુખ્ય કેબિનમાં જ રહે અને પશુચિકિત્સકો તેમના સુધી પહોંચી શકે.

આ મિશન પર આઠ અધિકારીઓ અને નિષ્ણાતો ખાસ નજર રાખશે, જેમાં નામીબિયામાં ભારતના રાજદૂત પ્રશાંત અગ્રવાલ, પ્રોજેક્ટ ચિત્તાના મુખ્ય વૈજ્ઞાનિક અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન યાદવેન્દ્ર દેવ વિક્રમસિંહ ઝાલા, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સનત કૃષ્ણ મૂલિયા, CCFના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લોરી માર્કર અને CCF નિષ્ણાત એલી વોકર વગેરેનો સમાવેશ થાય છે. વડા પ્રધાન આ ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નાના અલગ વાડામાં છોડશે જ્યાં તેઓ 30 દિવસ રહેશે. આ પછી, તેમને છ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં છોડવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/