fbpx
રાષ્ટ્રીય

કેરળના એક મંદિરનો પૂજારી બુરખો પહેરીને ફરતો, પુજારીએ પોલીસને આપ્યો આ જવાબ

કેરળના કોઝિકોડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મંદિરનો પૂજારી બુરખો પહેરીને ઘૂમી રહ્યો હતો. આ શંકાસ્પદ વ્યક્તિને આ રીતે ઘૂમતો જાેતા લોકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધો. મળતી માહિતી મુજબ આ મામલો કોઝિકોડના કોયિલેન્ડીનો છે. પોલીસે જણાવ્યું કે ૨૮ વર્ષના જિષ્ણુ નંબુથિરીને ઓટો ચાલકોએ ગત સાત ઓક્ટોબરના રોજ કોયિલેન્ડી જંકશન પર પકડ્યો હતો. તેમણે કહ્યું કે, ‘લોકોએ પૂજારીને બુરખો પહેરીને ઘૂમતો જાેયા બાદ પોલીસને સોંપી દીધો. જાે કે પૂજારી વિરુદ્ધ કોઈ પણ પ્રકારના અપરાધની કોઈ ફરિયાદ મળી નથી.

આથી પરિજનોના પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ અમે તેમને જવાની મંજૂરી આપી દીધી.’ કોયિલેન્ડીમાં મેપ્પયુર પાસે આવેલા મંદિરના પૂજારીએ પોલીસને જણાવ્યું કે તેણે બુરખો એટલા માટે પહેર્યો હતો કારણ કે તે ચીકન પોક્સ (અછબડા)થી પીડિત છે. પોલીસના જણાવ્યાં મુજબ પ્રાથમિક તપાસમાં ચીકન પોક્સના કોઈ નિશાન મળ્યા નથી. પોલીસે પૂજારીનું નામ, સરનામું અને અન્ય જાણકારી ચકાસ્યા બાદ તેને છોડી મૂક્યો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/