fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન કહ્યું,”જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે, અઘરા વિષયોની તૈયારી કરો”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. આ પ્રોગ્રામમાં કલા ઉત્સવ સ્પર્ધાના લગભગ ૮૦ વિજેતાઓ અને દેશભરમાંથી ૧૦૨ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં સામેલ છે. આ સિવાય દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીનું ‘પરીક્ષા પે ચર્ચા’ જાેઈ શકે છે. પીએમ મોદી આ કાર્યક્રમ દ્વારા સારી તૈયારી અને વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવાની યુક્તિઓ જણાવી રહ્યા છે. જણાવી દઈએ કે આ વર્ષે લગભગ ૩૮.૮ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા પે ચર્ચા ૨૦૨૩ માટે નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા (૧૫.૭૩ લાખ) કરતા બમણી છે.

વડાપ્રધાને કહ્યું કે આપણે આપણો મોટાભાગનો સમય આપણી સૌથી પસંદગીની વસ્તુઓમાં વિતાવીએ છીએ. પછી જે વિષયો છૂટી જાય છે ત્યારે તેનો ભાગ વધી જાય છે. આવી સ્થિતિમાં પહેલા સૌથી અઘરા વિષય અને પછી સૌથી વધુ ગમતા વિષયને સમય આપો. એક પછી એક પસંદ-નાપસંદના વિષયોને સમય આપો. ઁસ્એ કહ્યું, શું તમે ક્યારેય તમારી માતાના કામનું નિરિક્ષણ કર્યું છે? માતા દિવસના દરેક કામનું ટાઈમ મેનેજમેન્ટ શ્રેષ્ઠ રીતે કરે છે. માતા પાસે મહત્તમ કામ છે, પરંતુ તેમનું ટાઈમ મેનેજમેન્ટ એટલું સારું છે કે દરેક કામ સમયસર થાય છે.

પીએમે કહ્યું કે કેટલાક શિક્ષકો એવા છે જે ટ્યુશન કરાવે છે. તેઓ ઇચ્છે છે કે તેમના વિદ્યાર્થીઓ સારા માર્કસ લાવે, તેથી તેઓ નકલ માટે પ્રોત્સાહિત કરે છે. પીએમે કહ્યું કે જાે વિદ્યાર્થીઓ નકલ માટે જેટલી ક્રિએટિવિટી બતાવે છે, એટલી અભ્યાસ માટે બતાવે તો નકલ કરવાની જરૂર જ નથી પડતી. પીએમે બાળકોને કહ્યું કે જાે કોઈ નકલ કરે અને તમારા કરતાં થોડા વધુ માર્ક્‌સ મેળવે તો પણ તે તમારા માટે જીવનમાં અવરોધ બની શકે નહીં. તમારી આંતરિક શક્તિ પર વિશ્વાસ રાખો. તમારી જાતને બીજા કરતા ઓછી આંકવી ન જાેઈએ. તમારી અંદર જુઓ.

આત્મનિરીક્ષણ તમારે તમારી ક્ષમતાઓ, તમારી આકાંક્ષાઓ, તમારા લક્ષ્યોને ઓળખવા જાેઈએ અને પછી અન્ય લોકો તમારી પાસેથી જે અપેક્ષાઓ રાખે છે તેની સાથે તેમને સંરેખિત કરવાનો પ્રયાસ કરો. પીએમ મોદીએ સ્માર્ટલી હાર્ડ વર્ક કરવું જરૂરી છે. કેટલાક લોકો હાર્ડ વર્ક કરે છે, કેટલાક લોકો સ્માર્ટ વર્ક કરે છે. પ્રથમ તો કામને ઝીવણટથી સમજવું જરૂરી છે. પરીક્ષા પરની ચર્ચા દરમિયાન વડાપ્રધાને વિદ્યાર્થીઓને ટિપ્સ આપતાં કહ્યું કે કાગળ, પેન, પેન્સિલ લો અને જ્યાં તમે તમારો સમય પસાર કરી રહ્યાં છો તેની ડાયરી પર નોંધ લો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/