fbpx
રાષ્ટ્રીય

બેંગલુરુમાં બસ કંડક્ટરને એક રૂપિયો પડ્યો ભારે, મુસાફરને પરત ન આપતાં કોર્ટે આપ્યો ચૂકાદો

બેંગલુરુ કન્ઝ્‌યુમર કોર્ટે એટલે કે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પર ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વાસ્તવમાં, મ્સ્‌ઝ્રએ એક વ્યક્તિને એક રૂપિયો પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ તે વ્યક્તિએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ‘ધ ન્યૂઝ મિનિટ’ના અહેવાલ મુજબ, મામલો ૨૦૧૯નો છે. રમેશ નાઈક નામનો વ્યક્તિ મ્સ્‌ઝ્ર બસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેણે રૂ.૨૯ની ટિકિટ લીધી અને રૂ.૩૦ કંડક્ટરને આપ્યા. પરંતુ કંડક્ટરે રૂ.એકનું વળતર આપ્યું નહોતું. બાદમાં રમેશ નાયકે ગ્રાહક અદાલતમાં મ્સ્‌ઝ્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને ૧૫,૦૦૦ રૂપિયાનું વળતર માંગ્યું. તમામ હકીકતોને જાેતા ગ્રાહક કોર્ટે મ્સ્‌ઝ્રને રમેશ નાયકને ૨૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટ ફી તરીકે રૂપિયા ૧૦૦૦ જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે આદેશમાં શું કહ્યું?..તે જાણો.. બેંગલુરુ અર્બન ડિસ્ટ્રિક્ટ કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ્‌સ રિડ્રેસલ કમિશને ચુકાદો આપતાં કહ્યું હતું કે આ સમગ્ર વિવાદ ખૂબ જ હળવો છે, પરંતુ વ્યક્તિએ આ મામલો કમિશન સમક્ષ પોતાની રીતે મૂક્યો હોવાથી તેની પ્રશંસા થવી જાેઈએ. આવા કેસમાં ફરિયાદીને રાહત આપવી જાેઈએ. મ્સ્ઝ્ર્‌ દ્વારા શું આપવામાં આવી દલીલ?.. તે જાણો.. બીજી તરફ, મ્સ્‌ઝ્રએ તેના કાઉન્ટર એફિડેવિટમાં આ બાબતને વ્યર્થ ગણાવી હતી અને કહ્યું હતું કે તેને સેવામાં ઉણપ સાથે જાેડી શકાય નહીં. મ્સ્ઝ્ર્‌ એ પણ આરોપને નકારી કાઢ્યો હતો અને ફરિયાદને બરતરફ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે મ્સ્‌ઝ્રની વાત સાંભળી ન હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/