fbpx
રાષ્ટ્રીય

હવે કેમ ચીને BBC પ્રકરણમાં આપી રહ્યું ભારતને સમર્થન, કેમ કર્યું ચીને આવું, જાણો..

ગયા અઠવાડિયે ભારતમાં મ્મ્ઝ્ર પર આવકવેરાના દરોડા પડ્યા બાદ ચીને પણ મ્મ્ઝ્ર સામે મોરચો ખોલ્યો છે. આ મામલે તે ભારતની સાથે ઉભુ હોય તેવું લાગી રહ્યું છે. ચીનના સત્તાવાર મુખપત્ર “ગ્લોબલ ટાઈમ્સ” માં પ્રકાશિત એક અભિપ્રાય લેખમાં મ્મ્ઝ્રને પશ્ચિમી દેશોની કઠોર અને તેમના હિતોની સેવા કરનાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. “ગ્લોબલ ટાઇમ્સ” ના ફેબ્રુઆરી ૨૨ ના અંકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં મ્મ્ઝ્ર માટે હેડલાઇન હતી, “ભારતના દસ્તાવેજી પ્રકરણ પહેલા પણ મ્મ્ઝ્ર પશ્ચિમનું કુખ્યાત પ્રચાર મશીન રહ્યું છે”.

આ અભિપ્રાય લેખ સોંગ લુઝેંગ, રિસર્ચ ફેલો, ફુદાન યુનિવર્સિટી, ચીન દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મ્મ્ઝ્ર જે રીતે પશ્ચિમી હિત માટે કેટલાક દેશો અને તેમના રાષ્ટ્રાધ્યક્ષોને બદનામ કરવાનું કામ કરી રહ્યું છે, તે જ રીતે આ વખતે પણ કર્યું છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, મ્મ્ઝ્ર સ્પષ્ટપણે પશ્ચિમી મીડિયાનું એક સંસ્કરણ છે, જે તેમની જેમ, તથ્યો અને ઉદ્દેશ્યો સાથે છેડછાડ કરે છે, જે પશ્ચિમી મીડિયા તમામ દેશો વિરુદ્ધ કરી રહ્યું છે. આ મ્મ્ઝ્ર રિપોર્ટિંગ નથી, પરંતુ તેનું પોતાનું અભિપ્રાય પત્રકારત્વ છે. આ એક એવું પ્રચાર મશીન છે, જે પશ્ચિમી વિસ્તરણવાદને બળ આપે છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, મ્મ્ઝ્ર સામાન્ય અર્થમાં ન્યૂઝ મીડિયા સંસ્થા નથી, પરંતુ તે દેશોને નિશાન બનાવવાનું એક હથિયાર અથવા સાધન છે.

BBC પોતે જાણે છે કે, તે માત્ર પ્રચારનું સાધન છે, પણ પ્રેસની સ્વતંત્રતાનું પણ ઉલ્લંઘન કરે છે. જ્યારે બ્રિટિશ રાજદ્વારીઓ મ્મ્ઝ્રનો બચાવ કરે છે, દલીલ કરે છે કે તે તેમનું રાષ્ટ્રીય ગૌરવ અને વારસો છે, ત્યારે તેઓ એ હકીકતને અવગણે છે કે, આ પ્રચાર મશીન ઘણા દેશોમાં લાંબા સમયથી અપ્રિય છે. આ ઉપરાંત લેખમાં કહેવામાં આવ્યું છે કે, મ્મ્ઝ્રના અહેવાલોમાં ચીનને ખૂબ જ ખોટી રીતે બતાવવામાં આવ્યું છે, તેની સાચી તસવીર રજૂ કરવામાં આવી નથી, તેથી જ મ્મ્ઝ્રના ફોટોઝ અને વીડિયોમાં ચીનના શહેરો હંમેશા પ્રદૂષણ અને ધુમાડાના વાદળો સાથે બતાવવામાં આવે છે.

વાત એ છે કે, પશ્ચિમે પોતાના અનુસાર કેટલાક મૂલ્યો અને ધોરણો નક્કી કર્યા છે અને તેઓ તમારી સાથે ત્યારે જ સંમત થાય છે, જ્યારે તમે તેમના ધોરણોની ફ્રેમમાં ફિટ થાઓ. જાે આમ ન થાય તો તેઓ તમને અલગ-અલગ ચશ્માથી જાેવાનું શરૂ કરે છે. સાંગના લેખમાં કહ્યું છે કે, વર્તમાન વૈશ્વિક રાજકીય કારણોસર પશ્ચિમ ભારતને પચાવી શકતું નથી. એ વાત પણ સાચી છે કે, ભારતનો ગત વર્ષનો જીડીપી બ્રિટનને પાછળ છોડી ગયો છે, જેના કારણે તેના ગૌરવને ઠેસ પહોંચી છે અને ભારત વિશે તેનું મન અને વિચાર હંમેશા સામ્રાજ્યવાદી જ રહ્યું છે. આ અગાઉ ગ્લોબલ ટાઈમ્સમાં જ આ બાબતે પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું હતું કે, મ્મ્ઝ્ર પ્રકરણ કહે છે કે, ભારતે પશ્ચિમી દેશો પર વિશ્વાસ ન કરવો જાેઈએ.

Follow Me:

Related Posts