fbpx
રાષ્ટ્રીય

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના આરોપીઓ મનદીપ તુફાન સહિત ૨ ગેંગસ્ટરના મોત થયા

પંજાબના તરનતારનમાં આવેલી ગોઇંદવાલ સાહિબ જેલમાં ગેંગ વોર થઈ હોવાના માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ જેલમાં બંધ સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં આરોપી મનદીપ સિંહ તૂફાન અને મનમોહન સિંહના જીવ ગયા હતા. ત્યારે ભટિંડાનો રહેવાસી ત્રીજાે ગેંગસ્ટર કેશવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે અમૃતસરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તરણતારણના ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો. જગજિત સિંહે કહ્યુ હતુ કે, બપોરે જેલમાંથી લાવવામાં આવેલા ત્રણમાંથી બેની હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મોત થઈ ગઈ હતી. જ્યારે ત્રીજાની હાલત ગંભીર છે.

મૃતક મનદીપ સિંહ તૂફાન સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા દરમિયાન સ્ટેન્ડબાય શૂટર તરીકે હાજર હતો. તો જગ્ગૂ ભગવાનપુરિયા ગેંગનો મેમ્બર હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે, ગેંગસ્ટર મનદીપ સિંહ તૂફાનની જેલામાં કેદીઓ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ કેદીઓએ તેને માર મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ અન્ય ત્રણ ચાર કેદીઓ ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જેલમાં મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ આરોપીઓના બે જૂથ બની ગયા હતા. લોરેન્સ અને જગ્ગૂ ગેંગના સભ્યો સામસામે આવી ગયા હતા.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમૃતસર નજીક રાયના રહેવાસી મનદીપ તુફાનને તરનતારણના પોલીસ સ્ટેશન વાઘરોવાલના ખાખ ગામમાંથી એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે ધરપકડ કરી હતી. તે જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો શાર્પ શૂટર હતો અને મૂસેવાલા હત્યા કેસમાં સામેલ હતો. ત્યારે આ ગેંગ વોરમાં માર્યા ગયેલા બીજા ગેંગસ્ટર મનમોહન સિંહ મોહના પણ જગ્ગુ ભગવાનપુરિયાની ગેંગનો સભ્ય હતો.

માનસાનો રહેવાસી મોહના પર પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની રેકી કરવાની શંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યામાં સામેલ ૪ શાર્પશૂટર તેના ઘરે રોકાયા હતા. મોહના વિરુદ્ધ ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે, તે બુધલાડા ટ્રક યુનિયનના પ્રમુખ દર્શન સિંહની હત્યાના સંબંધમાં જેલમાં હતો. બીજી તરફ, કેશવ નામના ત્રીજા ગેંગસ્ટરે મૂઝવાલા હત્યાકાંડના શૂટરોને મદદ કરી અને આશ્રય આપ્યો હોવાનું કહેવાય છે. સ્પેશિયલ સેલે તેની ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ધરપકડ કરી હતી. શું હતી સમગ્ર ઘટના? તે જાણો..

પંજાબના માણસાના જવાહર ગામ પાસે ગાયક મૂઝવાલા પર કેટલાક લોકોએ ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ મુસેવાલાને ગંભીર હાલતમાં સારવાર માટે માનસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પંજાબના ડીજીપી વીકે ભાવરાએ કહ્યું કે મુસેવાલાની હત્યા ગેંગ વચ્ચે આપસી દુશ્મનીનું પરિણામ લાગી રહ્યું છે. હત્યાની તપાસ માટે વિશેષ તપાસ દળ બનાવવામાં આવ્યું છે.

ડીજીપીએ એ પણ જણાવ્યું કે હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગ સામેલ છે અને ગેંગના સભ્યએ કેનેડાથી હત્યાની જવાબદારી લીધી છે. મુસેવાલા પાસે ખાનગી બુલેટપ્રુફ ગાડી હતી પણ ઘટના સમયે તે સાથે લઇ ગયા ન હતા. પોતાના ઘરેથી નીકળ્યા પછી મુસેવાલા બે અન્ય લોકો સાથે માનસા જિલ્લામાં પોતાની ગાડી ચલાવી રહ્યા હતા. આ સમયે ૨-૨ ગાડીઓ આગળ અને પાછળ આવી અને મુસેવાલાની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જેમાં મુસેવાલાનું મોત થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/