fbpx
રાષ્ટ્રીય

આ વ્યક્તિ પકડાઈ જતા ભારત પરથી હવે મોટું જાેખમ ટળ્યું!, હવે પૂછપરછમાં થશે ખુલાસો

ભારતમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર સંદિગ્ધ આતંકીને અટકમાં લેવાયો છે. દ્ગૈંછ પાસેથી મળેલી ઈનપુટ બાદ સક્રિય થયેલી ઈન્દોર પોલીસે મોટી કાર્યવાહી કરતા સરફરાઝ મેમણની અટકાયત કરી છે. મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએની ટીમ જલદી તેની પૂછપરછ કરશે. તપાસ એજન્સીઓ સરફરાઝ પાસેથી એ જાણવાની કોશિશ કરશે કે તેનું પ્લાનિંગ શું હતું અને ષડયંત્રમાં કોણ સામેલ છે.

સરફરાઝ મેમણ પર પાકિસ્તાન, ચીન અને હોંગકોંગમાં ટ્રેનિંગ લેવાનો પણ આરોપ છે. આવામાં સરફરાઝ સાથે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. હાલ ઈન્દોર પોલીસના ગુપ્તચર વિભાગની ટીમ સંદિગ્ધ આતંકીની પૂછપરછ કરી રહી છે. અત્રે જણાવવાનું કે દ્ગૈંછ એ ઈન્દોરના ગ્રીન પાર્ક કોલોની રહીશ સરફરાઝ મેમણ વિશે મોટું અલર્ટ બહાર પાડ્યું હતું. દ્ગૈંછ તરફથી એલર્ટમાં કહેવાયું હતું કે આ ખતરનાક આતંકી દેશમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ઘૂમી રહ્યો છે. દ્ગૈંછ એ મુંબઈ પોલીસને ઈ મેઈલ કરીને સરફરાઝ મેમણનો પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને આધાર કાર્ડ મોકલ્યા હતા.

ત્યારબાદ મુંબઈ પોલીસે મધ્ય પ્રદેશની ઈન્દોર પોલીસ સાથે આ બાબતે સંપર્ક સાંધ્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ઈન્દોરના ચંદન નગર પોલીસ મથક વિસ્તારની ગ્રીન પાર્ક કોલોનીના રહિશ સરફરાઝ મેમણ પાકિસ્તાન, ચીન અને હોંગકોંગથી ટ્રેનિંગ લઈને ભારત પાછો ફર્યો છે અને તે દેશમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યો છે. ત્યારબાદ ઈન્દોર પોલીસ પણ સતર્ક થઈ ગઈ અને સરફરાઝની શોધમાં લાગી ગઈ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/