fbpx
રાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાના ઓઈલ ડેપોમાં લાગેલી આગને કાબુમાં લેવા ૫૨ ફાયર બ્રિગેડની ગાડીઓ હતી તેમ છતાં, પણ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાના એક ઓઈલ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી જાેખમી રીતે આગળ વધી રહી છે કે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આગની ઊંચી ઊંચી લપેટો અને ધૂમાડાથી હાહાકાર મચી ગયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. ફાયર વિભાગની ૫૨ ગાડીઓ પણ આગ પર કાબૂ મેળવી શકી નથી. ૫૦થી વધુ લોકો આગમાં ઝૂલસી ગયા છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક લોકોની સ્થિતિ ગંભીર છે.

હજુ પણ આગમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આવામાં મોતનો આંકડો વધી શકે છે. એવું કહેવાય છે કે જાકાર્તાના એક ઈંધણ ભંડાર ડેપોમાં શુક્રવારે ભયાનક આગ લાગી. અધિકારીઓએ જણાવ્યું કે આગ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા બાદ ત્યાં રહેતા હજારો લોકોને તેમના ઘરેથી બહાર કાઢવા પડ્યા. સરકારી ઓઈલ અને ગેસ કંપની પર્ટામિના દ્વારા સંચાલિત ઈંધણ ભંડાર ડેપો ઉત્તર જાકાર્તાના તનાહ મેરાહ વિસ્તારમાં ગાઢ વસ્તીવાળા વિસ્તાર પાસે છે. જે ઈન્ડોનેશિયાની ઈંધણ જરૂરિયાના ૨૫ ટકાની આપૂર્તિ કરે છે.

ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૨૬૦ ફાયરકર્મીઓ અને ૫૨ ગાડીઓ આજુબાજુના વિસ્તારોમાં આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે. જાકાર્તા ફાયર અને બચાવ વિભાગના પ્રમુખ એક ગુનાવાને કહ્યું કે ઘટનાસ્થળની આજુબાજુ રહેનારા લોકોને હજુ પણ કાઢવામાં આવી રહ્યા છે અને તેમને ગામના એક હોલ અને એક મસ્જિદમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આગના કારણે અનેક વિસ્ફોટ થયા છે અને તે તેજીથી ઘરો સુધી ફેલાઈ ગઈ. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે જેમાં બે બાળકો પણ સામેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/