fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સમય પહેલા જ પડી જશે શરીફની સરકાર? તેવું વિદેશ મંત્રીનું અલ્ટીમેટમ

પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આર્થિક સંકટ વચ્ચે હવે મહાગઠબંધનમાં તિરાડ પડવાના સંકેતો દેખાઈ રહ્યા છે અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શું શાહબાઝ સરકાર સમય પહેલા પડી જશે? પાકિસ્તાન સરકારમાં વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (ઁઁઁ)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રાજીનામું આપવાનો સંકેત આપ્યો છે. બિલાવલે રવિવારે કહ્યુ હતુ કે, જાે સરકાર પૂર પ્રભાવિતોને આપેલા વચનો પૂરા નહીં કરે તો તેમના માટે તેમનું મંત્રાલય જાળવી રાખવું મુશ્કેલ બનશે.

કરાચીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમને સંબોધતા બિલાવલે કહ્યુ કે, સરકાર સિંધ પ્રાંતના પૂર પ્રભાવિત લોકો માટે વચન આપેલા રાહત ફંડમાં વિલંબ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિંધના પૂર પ્રભાવિત વિસ્તારોની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શહેબાઝ શરીફે પૂર પ્રભાવિત લોકોની રાહત અને પુનર્વસન અંગે ઘણા વચન આપ્યા હતા. આ વચનોમાંથી એક પણ વાયદો પૂરો થયો નથી. બિલાવલે કહ્યુ કે, તે આ સંબંધમાં પીએમ શાહબાઝ સાથે વાત કરશે અને જાે વડાપ્રધાન પૂર પીડિતોની સમસ્યાઓની અવગણના કરવાનું ચાલુ રાખશે તો તેમના માટે તેમના પદ પર રહેવું મુશ્કેલ બનશે. વિદેશ મંત્રીએ ચાલી રહેલી ડિજિટલ વસ્તી ગણતરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, ખામીયુક્ત વસતિ ગણતરી સિંધ સરકારને સ્વીકાર્ય નથી.

જાે સરકાર આ વસ્તી ગણતરી ચાલુ રાખવા માંગે છે તો તેને પ્રાંતીય સરકાર તરફથી કોઈ મદદ મળશે નહીં. બિલાવલે કહ્યું કે, સિંધ સરકાર પૂર પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે, જેમના ઘર અને આજીવિકા નાશ પામી છે. તેમણે કહ્યુ કે, સિંધ એકમાત્ર એવો પ્રાંત હતો જે ૪૦૦૦ રૂપિયામાં ૪૦ કિલો શેરડી વેચતો હતો અને જ્યારે પીપીપી સત્તામાં આવી ત્યારે પાકિસ્તાનની નિકાસનું પ્રમાણ ઘણું ઓછું હતું, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ રાહત આપવા માટે કૃષિ ક્ષેત્ર પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પીપીપીના અધ્યક્ષે કહ્યુ કે, બેનઝીર ઈન્કમ સપોર્ટ પ્રોગ્રામ દ્વારા નાના ખેડૂતોને રાહત આપવામાં આવશે, જ્યારે સંઘીય સરકારે પૂર પીડિતો માટેના તેના વચનો પૂરા કરવા જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/