fbpx
રાષ્ટ્રીય

CBI એ ઓપરેશન ‘ત્રિશૂલ’ અંતર્ગત વિદેશમાં ભાગેલા ૩૩ ભાગેડૂને પાછા લાવ્યા ભારત

સીબીઆઈએ ઈંટરપોલની મદદથી એક વર્ષની અંદર જ ૩૩ ભાગેડૂને સમર્પણ કરાવવામાં મદદ મળી છે. તેના માટે એક વિશેષ ઓપરેશન ચલાવવમાં આવ્યું અને તેનું કોડનેમ ત્રિશૂલ રાખવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાંથી ભાગેલા અપરાધિઓની શોધ કરવા અને તેમને પકડીને પાછા લાવવા તથા કાનૂની કાર્યવાહી કરવી તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. ઓપરેશન ત્રિશૂલ અંતર્ગત ૨૦૨૨માં ૨૭ ભાગેડૂને પાછા લાવ્યા જ્યારે ૨૦૨૩ના ત્રણ મહિનામાં ૬ અન્ય આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે.

હકીકતમાં ગત વર્ષે ઈંટરોપલના સંમેલનમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આવા ઓપરેશનની જરુરિયાત પર ભાર આપ્યો હતો. સૂત્રોએ કહ્યું કે, આ ઓપરેશન અંતર્ગત પ્રત્યર્પણના ક્રમમાં સૌથી મોટુ નામ મોહમ્મદ હનીફા મક્કતનું છે. જેને કેરલ પોલીસ દ્વારા અપહરણ અને હત્યાના એક સનસનીખેજ મામલામાં સંડોવાયેલ હતો. ્‌ર્ંૈંના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, તેને રવિવારે સઉદી અરબમાંથી પકડી પાડવામાં આવ્યો છે. મક્કત વિરુદ્ધ એક રેડ નોટિસ હતી અને તે ૨૦૦૬માં એક વ્યક્તિની હત્યા માટે કોઝિકોડમાં પોલીસ દ્વારા ભાગેડૂ હતો.

તે કથિત રીતે હત્યા બાદ વિદેશ ભાગી ગયો હતો અને ૧૭ વર્ષ બાદ કાનૂનના હાથમાં આવ્યો છે. સીબીઆઈએ ગત એક વર્ષમાં ઈંટરપોલની સાથે સમન્વય કર્યું છે. આ એક વિશેષ ઓપરેશનનો ભાગ છે. જેનો કોડનેમ ત્રિશૂલ છે. જેનો ઉદ્દેશ્ય દેશમાંથી ભાગેલ ગુનેગારોને પકડીને ભારત લાવવાનો છે. ત્રિશૂલ અંતર્ગત ૨૦૨૨માં ૨૭ શંકાસ્પદોએ આત્મસમર્પણ કર્યું છે. આ વર્ષે દર મહિને સરેરાશ બે શંકાસ્પદોએ આત્મસમર્પણ કર્યા છે, પહેલા ક્વાર્ટરમાં આ સંખ્યા છના આંકડાને અડી ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/