fbpx
રાષ્ટ્રીય

લાઉડસ્પીકર પર અઝાનને લઈને કર્ણાટકના પૂર્વ ડેપ્યૂટી સીએમનું નિવેદનથી થયો મોટો વિવાદ

કર્ણાટકના બીજેપીના નેતા અને પૂર્વ ડેપ્યૂટી સીએમએ અઝાન મામલે નિવેદન આપી વિવાદ ઊભો કર્યો છે. પૂર્વ ડેપ્યૂટી સીએમ ઇશ્વરપ્પાએ અઝાનને લઈ લાઉડસ્પીકર વાપરવા માટે નિવેદન આપતા કહ્યુ હતુ કે, ‘શું અલ્લાહ બહેરો છો કે તેને બોલાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર પડે છે.’ ભાજપના નેતાની આવી ટિપ્પણીથી અઝાન પર વધુ એક વિવાદ ઊભો થયો છે. કર્ણાટકમાં હિજાબ અને અઝાનનો મુદ્દો ઓલરેડી હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. એક જનસભાને સંબોધન કરતી વેળા ભાજપના નેતા કેએસ ઇશ્વરપ્પાએ આ નિવેદન આપ્યું છે.

ત્યારે આસપાસની મસ્જિદમાંથી અઝાનનો અવાજ આવતો હતો. તેને લઈને ઇશ્વરપ્પાએ કહ્યુ કે, ‘આ (અઝાન) મારા માટે માથાનો દુઃખાવો છે. હું ગમે ત્યાં જઉં ત્યાં મને એક જ સમસ્યા થાય છે.’ ઇશ્વરપ્પા આટલું કહેતા ન રોકાયા અને લોકોને સવાલ પૂછતા કહ્યુ કે, ‘શું અઝાન દરમિયાન લાઉડસ્પીકર વાપરે તો જ અલ્લાહ નમાઝ સાંભળે છે. આપણે હિંદુઓ પણ મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ, શ્લોક વાંચીએ છીએ અને ભજન ગાઈએ છીએ. તેમના કરતાં વધુ આસ્થા આપણે રાખીએ છીએ અને ભારત માતા દરેક ધર્મની રક્ષા કરે છે. તેની (લાઉડસ્પીકર)ની જરૂર નથી, આ મુદ્દાને ઝડપથી ઉકેલવો જાેઈએ.’ ઇશ્વરપ્પાએ કહ્યુ હતુ કે, ‘આ વિવાદ ઝડપથી સમાપ્ત થઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

સુપ્રીમ કોર્ટ ર્નિણય લેશે. પીએમ નરેન્દ્ર મોદીએ અમને તમામ ધર્મનું સન્માન કરવા માટેનું શીખવ્યું છે, પરંતુ પૂછવું જાેઈએ કે, અલ્લાહ માત્ર ત્યારે જ સાંભળી શકે છે કે જ્યારે માઇક પર બૂમો પાડો છો? આ મુદ્દો ઝડપથી ઉકેલવો જાેઈએ’ કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી ઇશ્વરપ્પા અઝાનની ટિપ્પણી મામલે પહેલાં પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. આ પહેલાં તેમણે ૧૮મી સદીમાં મૈસૂરના શાસક ટીપૂ સુલતાન પર પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. ઇશ્વરપ્પા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં પણ ફસાયેલા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/