fbpx
રાષ્ટ્રીય

કલ્પના ચાવલાનું પાકિસ્તાન સાથે હતું પણ ખાસ કનેક્શન!.. જાણો

ભારતીય મૂળના અવકાશયાત્રી કલ્પના ચાવલાની હાલમાં જ ૬૧મી જન્મજયંતિ હતી. તેમનો જન્મ ૧૭ માર્ચ ૧૯૬૨ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેના માતા-પિતાનુ નામ બનારસી લાલ ચાવલા અને સંજ્યોતિ ચાવલા હતુ. કલ્પનાએ તેનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલ નિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું હતું. કલ્પના ચાવલાનું પાકિસ્તાન સાથે પણ ખાસ કનેક્શન હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેમનો પરિવાર પાકિસ્તાનના શેખપુરામાં રહેતો હતો અને ભાગલા સમયે હરિયાણાના કરનાલમાં સ્થાયી થયો હતો.

મીડિયાના એક રિપોર્ટ અનુસાર, કલ્પના ચાવલાના માતા-પિતા તેને ટીચર અથવા ડોક્ટર બનાવવા માંગતા હતા. પરંતુ માત્ર ૮મા ધોરણમાં જ તેણે અવકાશયાત્રી બનવાનું નક્કી કર્યું હતું. તેમણે પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. માહિતી અનુસાર, ૧૯૮૪માં તેણે ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું અને ૧૯૮૮માં કલ્પનાએ કોલોરાડો યુનિવર્સિટી બોલ્ડરમાંથી પીએચડી મેળવ્યું. કલ્પના ચાવલાએ વર્ષ ૧૯૮૮માં નાસા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર ૧૯૯૪ માં, તેઓ અવકાશયાત્રી તરીકે અવકાશ મિશન માટે પસંદ થયા. કલ્પના ચાવલા ભારતીય અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ શટલ મિશન નિષ્ણાત હતા. તેઓ અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા હતા. કલ્પના ચાવલાએ એક નહીં પરંતુ બે વખત અવકાશની સફર કરી હતી.

તેમણે પ્રથમ વખત ૧૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ અવકાશ યાત્રા માટે ઉડાન ભરી હતી. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૩ ના રોજ, તેણે બીજી વખત અવકાશમાં ઉડાન ભરી. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૩ ના રોજ, કલ્પનાએ અવકાશમાં ઉડાન ભરી, પરંતુ તે ફરીથી પૃથ્વી પર પાછા આવી શક્યા નહીં. ૧ ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ પરત ફરતી વખતે તેમનું સ્પેસ યાન ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં તેની સાથેના તમામ અવકાશયાત્રીઓ માર્યા ગયા. કલ્પના ચાવલાએ ફ્રાંસના જીન પિયર સાથે લગ્ન કર્યા જે ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર હતા. વર્ષ ૧૯૯૧માં કલ્પના ચાવલાએ યુએસની નાગરિકતા મેળવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/