fbpx
રાષ્ટ્રીય

શા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે વર્લ્ડ થિયેટર ડે? તેનો ઈતિહાસ અને થીમ.. જાણો

વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે ૨૭ માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. તેને હીન્દીમા વિશ્વ રંગભૂમિ દિવસ કહેવામા આવે છે. વિશ્વ રંગમંચ દિવસ વિશ્વભરના કલાકારોને સમર્પિત છે. થિયેટર સાથે જાેડાયેલા તમામ કલાકારો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસ લોકોને થિયેટરના મહત્વ વિશે શિક્ષિત અને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને જણાવવામા આવે છે કે સમાજના વિકાસ માટે થિયેટર શા માટે જરૂરી છે. થિયેટર એ સમગ્ર વિશ્વમાં કલા, સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની સૌથી અગ્રણી રીતો પૈકીની એક છે.

થિયેટર વિવિધ નાટકોનું મંચન કરી સામાજિક દુષણો અને સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં સતત મદદ કરે છે. વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે ૨૭ માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ૈં્‌ૈં) દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ દર વર્ષે ૨૭મી માર્ચે ઇન્ટરનેશનલ થિયેટર કોમ્યુનિટી અને ૈં્‌ૈં કેન્દ્રો દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર કાર્યક્રમો થાય છે. -વિશ્વ રંગમંચ દિવસનો પ્રથમ સંદેશ ૧૯૬૨માં જીન કોક્યુટ દ્વારા રચવામાં આવ્યો હતો. પ્રથમ નાટક એથેન્સમાં એક્રોપોલિસ પર સ્થિત થિયેટર ઓફ ડાયોનિસસમાં આયોજીત કરવામાં આવ્યું હતું. આ નાટક પાંચમી સદીની શરૂઆતનું માનવામાં આવે છે.

આ પછી, થિયેટર સમગ્ર ગ્રીસમાં ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું. જાણો વિશ્વ રંગમંચ દિવસ ૨૦૨૩ ની થીમ શું છે?… વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રંગમંચ વિશે જાગૃતિ લાવવાનો અને તેનું મહત્વ સમજાવવાનો છે. વિશ્વ રંગમંચ દિવસ દર વર્ષે એક જ થીમ પર ઉજવવામાં આવે છે. દર વર્ષે ૨૭ માર્ચે વિશ્વ રંગમંચ દિવસ ‘થિયેટર એન્ડ અ કલ્ચર ઓફ પીસ’ની થીમ પર ઉજવવામાં આવે છે. છેલ્લા ૫૯ વર્ષથી આ દિવસની ઉજવણી આ થીમ સાથે કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/