fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી મહિલા પર ડાન્સ ટીચર દ્વારા રેપ કર્યા હોવાનો કિસ્સો આવ્યો સામે..

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા પર તેના ડાન્સ ટીચર દ્વારા રેપ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ સિલસિલો ૨૦૧૫થી ચાલી રહ્યો હતો. આરોપી ડાન્સ ગુરુએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેણે અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા હતા. જેનાથી દુઃખી થઈને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ કહ્યું કે આરોપી શિક્ષક તેને ડાન્સની બારીકાઈઓ શીખવતી વખતે તેની નજીક આવી ગયો હતો. એક દિવસ તેને ક્લાસમાં એકલી રોકીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

આ ઘટના ૨૦૧૫માં બની હતી. આરોપ છે કે ત્યારબાદ શિક્ષકે લગ્નનું વચન આપીને મહિલાને ઈમોશનલી બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. પછી બંને જણાએ સંબંધ રાખવાની મર્યાદા કરી લીધી હતી પાર. મહિલાએ કહ્યું કે લગ્નના વચનને કારણે તે ચૂપ રહી. પરંતુ થોડા દિવસ પહેલાં તેને ખબર પડી કે ટીચરે બીજે લગ્ન કરી લીધા છે, પછી તે ચૂપ રહી ન શકી. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી દુઃખી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. મહિલાની ફરિયાદ પર પોલીસે આરોપી ડાન્સ ટીચર વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે.

આ મહિલા ગ્વાલિયર શહેરના ઉપનગર મુરારમાં ઘસમંડીની રહેવાસી છે. ૩૨ વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યું કે તે ૨૦૧૫માં બાલ્કિશન અગ્રવાલ ઉર્ફે બીકેના પુત્ર સતીશ ચંદ્ર અગ્રવાલના ડાન્સ ક્લાસમાં જાેડાઈ હતી. ડાન્સ શીખવતી વખતે શિક્ષકે તેની સાથે મિત્રતા કરી અને તેની નિકટતા વધારી. એક દિવસ ઘરે આવતાં તેને રોકી હતી.જ્યારે ડાન્સ ક્લાસના બાકીના લોકો નીકળી ગયા ત્યારે તેણે તેની પર બળાત્કાર કર્યો. આરોપ છે કે શિક્ષકે ધાકધમકી આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. જાેકે, મહિલાએ શિક્ષક સામે વિરોધ કરતાં તેણે લગ્નનું વચન આપ્યું હતું.

આ પછી તેણે સતત શારીરિક સંબંધો બનાવવાનું શરૂ કર્યું. મહિલાએ કહ્યું કે તાજેતરમાં જ તેને ખબર પડી કે આરોપીના લગ્ન એક વર્ષ પહેલાં થઈ ગયાં છે. એસએસપી ક્રાઈમ રાજેશ દાંડૌતિયાએ જણાવ્યું કે ફરિયાદ મળતા જ મુરાર પોલીસ સ્ટેશન સક્રિય થઈ ગયું અને આરોપી ભાગી જાય તે પહેલા તેને પકડી લીધો. મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગ્વાલિયરમાં જ જન્મદિવસની પાર્ટીમાં બળાત્કાર ના કિસ્સા વિષે પણ જાણો… આવો જ બીજાે કિસ્સો ગ્વાલિયરમાં જ સામે આવ્યો છે.

છોકરીની બર્થ-ડે પાર્ટીમાં પહોંચેલા તેના મિત્રએ ‘આઈ લવ’ કહીને લગ્નનું વચન આપ્યું હતું અને બાદમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. મામલો ૨૦૧૯નો છે. આ પછી આ પ્રક્રિયા સતત ચાલતી રહી. બાદમાં યુવકે ના પાડતાં યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આપાગંજના મધૌગંજના હાથીખાનામાં રહેતી ૨૪ વર્ષની યુવતીએ દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા ચાની દુકાન ચલાવે છે જ્યારે તેની માતા ઘરેલુ કામ કરે છે. પીડિતાએ જણાવ્યું કે ૧૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ તેનો જન્મદિવસ હતો. તે દિવસે સંદીપ રાવ સિથોલે ઘરે આવ્યો હતો. પછી તેણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. બાદમાં તેના પર બળાત્કાર કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/