fbpx
રાષ્ટ્રીય

આ મહિલાએ પોતાના ૧૨ મિત્રોને એક એક કરીને કરી નાખી હત્યા, આ કારણે કરી હત્યા!..

થાઈલેન્ડ પોલીસે સાઈનાઈડનો ઉપયોગ કરીને પોતાના ૧૨ મિત્રોને મારી નાખવાના આરોપમાં ૩૨ વર્ષિય એક મહિલાની ધરપકડ કરી છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, હાલમાં જ એક મિત્રના મોતના કિસ્સામાં પુછપરછ બાદ મંગળવારે બેન્કોકમાં સારાત રંગસિવુથાપોર્ન નામની મહિલાની ધરપકડ કરી છે. બેન્કોક પોલીસનું માનવું છે કે, સારાત રંગસિવુથાપોર્ને પોતાના પૂર્વ પ્રેમી સહિત ૧૧ અન્ય લોકોની હત્યા કરી નાખી. જાે કે, આ આરોપોનું ખંડન કરે છે. પોલીસના રિપોર્ટ અનુસાર, મર્ડર પાછળનું કારણ આર્થિક તંગી બતાવામાં આવી રહી છે. બેન્કોક પોલીસે કહ્યું કે, બે અઠવાડીયા પહેલા સારાત પોતાના અમુક મિત્રોની સાથે બેન્કોકને પશ્ચિમમાં આવેલ રત્ચબુરી પ્રાંત ફરવા ગઈ હતી, જ્યાં તેણે બૌદ્ધ સંરક્ષણ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. સારાતની સહેલી સિરિપોર્ન ખાનવોંગ અનુષ્ઠાનના થોડા સમય બાદ બેભાન થઈ ગઈ અને નદીના કિનારે તેનું મોત થઈ ગયું. મરનારની જગ્યાથી તેની મિત્રના પૈસા અને બૈગ પણ ગાયબ મળી. ત્યાર બાદ સિરીપોર્ન ખાનવોંગના પોસ્ટમોર્ટમ કર્યું છે. પોસ્ટમોર્ટમ દરમ્યાન સિરિપોર્નની બોડી અંદર સાઈનાઈડના પુરાવા મળ્યા. પોલીસ અધિકારીઓએ તપાસમાં જાણ્યું છે કે, અન્ય લોકોના મોત પણ આવી રીતે થયા છે. બેન્કોક પોલીસે કહ્યું કે, મર્ડરનો સિલસિલો વર્ષ ૨૦૨૦થી ચાલી રહ્યો હતો. જાે કે, પોલીસે માર્યા ગયેલા અન્ય લોકોની ઓળખાણ બતાવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, પૂર્વમાં મારેલા તમામ લોકો સારાતના પૂર્વ સાથી હતા. તેમાં બે મહિલા પોલીસ અધિકારી પણ હતી. પોલીસે કહ્યું કે, આરોપી મહિલાએ એક દોસ્ત પાસેથી ૫ લાખ ૯૭ હજાર રૂપિયા ઉધાર લીધા હતા. આ મામલામાં પોલીસને શક છે કે સારાતે તે મિત્રોના પણ મર્ડર કરવાની કોશિશ કરી હતી, જેની પાસેથી તેણે પૈસા લીધેલા હતા. જાે કે તે બચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા પીડિતોના ઘરથી ધરેણાં અને પૈસા પણ ગાયબ હતા. તેનો રિપોર્ટ પીડિતના પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/