fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી આ ફિલ્મ જાેવા પહોંચ્યા હતા થિયેટર, પ્રોડ્યુસરે જણાવ્યો અનુભવ

એક સમયે ટીવી પર ધમાલ મચાવતો કોમેડી શો ખિચડી તો તમને યાદ જ હશે. તમે તે અનેકવાર જાેયો હશે અને તેના પર ફિલ્મ પણ બની ચૂકી છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મના દીવાના માત્ર તમે જ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છે. વાત જાણે એમ છે કે ગુજરાતી પરિવાર પર આધારિત ટીવી સિરીયલને શરૂઆતથી જ પીએમ મોદી પસંદ કરતા હતા અને તેમણે તેની પ્રશંસા પણ કરી છે. આવામાં પીએમ મોદી સાથે પોતાની મુલાકાતને યાદ કરતા સિરીયલના પ્રોડ્યુસર જે ડી મજેઠિયાએ તે પળને પણ યાદ કરી જ્યારે તેમમે ખિચડી ફિલ્મના પ્રીમીયર પર તત્કાલિન ગુજરાત સીએમ મોદીને બોલાવ્યા તો તેઓ જરાય વિલંબ કર્યા વગર પહોંચી ગયા હતા. મજેઠિયાએ મોદી સાથેની મુલાકાત વાગોળી અને કહ્યું કે તેઓની સાથે મુલાકાત બાદ હું અને મારી ટીમ ખુબ એક્સાઈટેડ હતા અને તે સમયે જે પણ થયું તે ક્યારેય ભૂલી શકીએ નહીં. આ અનુભવ અંગેનો એક વીડિયો જે ડી મજેઠિયાએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થોડા સમય પહેલા શેર કર્યો હતો. અભિનેતા-પ્રોડ્યુસર મજેઠિયાએ જણાવ્યું હતું કે મને એ જાણકારી પહેલેથી હતી કે પીએમને અમારો શો ‘ખિચડી’ પસંદ છે. બાદમાં જ્યારે આ શો પર આધારિત ફિલ્મ બનાવી ત્યારે તેને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીને દેખાડી હતી. મોદીએ આ ફિલ્મની ખુબ પ્રશંસા કરી હતી.

મોદીને ફિલ્મ દેખાડવા દરમિયાન એક કિસ્સાનો ઉલ્લેખ કરતા મજેઠિયાએ જણાવ્યું હતું કે જે થિયેટરમાં આ ફિલ્મનો પ્રીમીયર હતો ત્યાં સીએમની સિક્યુરિટીને ધ્યાનમાં રાખતા ફક્ત બે સીટ બુક હતી. બાકીનો આખો હોલ ખાલી હતો. જેના પર સીએમ મોદીએ મને પૂછ્યું કે શું આપણે બે જ લોકો આ ફિલ્મ જાેઈશું? જેના પર મે સુરક્ષાને ધ્યાનમાં રાખતા હોલ ખાલી કરવાનું કારણ જણાવ્યું. ત્યારબાદ મોદીએ કહ્યું કે ફિલ્મની મજા તો બધાએ સાથે લેવી જાેઈએ અને મને મારા ગુજરાતમાં કઈ વાતનો ડર છે અને ત્યારબાદ હોલ તમામ લોકો માટે ખોલી નાખવામાં આવ્યો તો અને સામાન્ય દર્શકો વચ્ચે બેસીને તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મ જાેઈ હતી. એટલું જ નહીં ત્યાં આવેલી મહિલાએ તેમને ખાવાનું સુદ્ધા ઓફર કર્યું હતું જેને તે સમયના સીએમ મોદીએ ખુબ સ્વાદ લઈને માણ્યું હતું. જે ડી મજેઠિયાએ વીડિયો શેર કરતા લખ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીજી તમારું હ્રદય જીતી લે છે. તેઓ ફક્ત દેશ જ નથી ચલાવતા, પરંતુ આપણને બધાને સાથે લઈને તેને ચલાવે છે. તેઓ એટલા જ સરળ છે જેટલા તમારા પરિવારના સભ્ય તમારી સાથે હોઈ શકે છે. સાચા ધરતીપુત્ર છે. અમે તમને પ્રેમ કરીએ છીએ સર. અત્રે જણાવવાનું કે ખિચડીએ વર્ષ ૨૦૦૩માં ટીવી પર ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. આ શોના પ્રોડ્યુસર જે ડી મજેઠિયાએ હિમાંશુની ભૂમિકા ભજવી હતી જેને ફેન્સે ખુબ જ બિરદાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/