fbpx
રાષ્ટ્રીય

હેલ્મેટ પહેરી રહ્યા છો, પરંતુ તેને પહેરવાની રીત ખોટી છે, તો તમારું ચલણ કપાઈ શકે

ટ્રાફિકના નિયમોમાં સુધારો કરવા માટે સમયાંતરે ફેરફારો કરવામાં આવે છે. જાે જાેવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. આ સાથે નિયમોને વધુ કડક બનાવવા માટે દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સ્થિતિ એવી છે કે પહેલા જ્યાં ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટ ન પહેરવા બદલ ચલણ ફટકારતી હતી, હવે હેલ્મેટ પહેર્યા પછી પણ ચલણ આપી રહી છે.

વાસ્તવમાં, મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮માં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે, જે પછી ટ્રાફિક પોલીસ યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરનારાઓ પર પણ દંડ વસૂલ કરી રહી છે. સરળ રીતે સમજાે, જાે તમે હેલ્મેટ પહેરી રહ્યા છો, પરંતુ તેને પહેરવાની રીત ખોટી છે, તો તમારું ચલણ કપાઈ શકે છે. શું તમે પણ હેલ્મેટ પહેરીને કરી રહ્યા છો આ ભૂલ?… ઘણા લોકો હેલ્મેટ પહેરે છે પરંતુ માત્ર ઔપચારિકતા માટે. એટલે કે તમે હેલ્મેટ પહેરી છે પરંતુ તે તમારા માથાના અડધા ભાગ પર લટકેલી રહે છે અથવા તેનો પટ્ટો જાેડાયેલ નથી, તો આવી સ્થિતિમાં હેલ્મેટ પહેરવું નકામું છે.

આનું કારણ એ છે કે અકસ્માત સમયે, તે હેલ્મેટ સરળતાથી તમારા માથા પરથી ઉતરી શકે છે, અથવા રસ્તા પર ચાલતા અન્ય વ્યક્તિને પણ ઇજા પહોંચાડી શકે છે. ૧,૦૦૦નો દંડ ફટકારવામાં આવશે.. આવી ઘટનાઓને રોકવા માટે, માર્ગ અને પરિવહન મંત્રાલયની સૂચના પર મોટર વાહન અધિનિયમ (૧૯૮૮) માં નવો કાયદો ઉમેરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવા ટુ-વ્હીલર ચાલકો પર ૧,૦૦૦નો દંડ થઈ શકે છે. બીજી તરફ, જાે તમે હેલ્મેટ પહેર્યું હોય પરંતુ તે ડુપ્લિકેટ હોય અથવા ૈંજીૈં માર્ક વગરનું હોય, તો પકડાય તો તમને ૧૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે હેલ્મેટ ન પહેરવા પર ૨૦૦૦ રૂપિયાના દંડની જાેગવાઈ છે. આ રીતે હેલ્મેટ પહેરો… કોઈપણ ટુ-વ્હીલરનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જાે તમારી સાથે પીલિયન રાઇડર હોય તો તેના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે. મંત્રાલયના આંકડા અનુસાર, માર્ગ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકોનો મૃત્યુદર સૌથી વધુ છે. તમારા માથાને બંધબેસતું હેલ્મેટ પહેરો. તમારી સાઈઝ કરતા મોટી કે નાની હેલ્મેટ ન ખરીદો. હેલ્મેટ પહેર્યા પછી, તેના પટ્ટા પર આપેલા લોકને બાંધવાનું ભૂલશો નહીં. ધ્યાન રાખો કે તમારું હેલ્મેટ ક્યાંયથી તૂટેલું ન હોવું જાેઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/