fbpx
રાષ્ટ્રીય

સુદાનની રાજધાની ખાર્તુમમાં હવાઈ હુમલો થયો, ૧૭ના મોત

હિંસા પ્રભાવિત સુદાનની રાજધાની ખાર્તુમમાં શનિવારે જબરદસ્ત હવાઈ હુમલો થયો હતો. આ અકસ્માતમાં પાંચ બાળકો સહિત ૧૭ લોકોના મોત થયા હતા. આ સિવાય ૨૫ મકાનો પણ ધરાશાયી થયા છે. સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હવાઈ હુમલો દક્ષિણ ખાર્તુમમાં યાર્મૌક નજીક થયો હતો. છેલ્લા દિવસોમાં અહીં લડાઈ ચાલી રહી હતી. સુદાનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા છે. જેમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૃદ્ધો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો કે વિમાન દ્વારા. જાે કે, આર્મી એરક્રાફ્ટે વારંવાર ઇજીહ્લ સૈનિકોને નિશાન બનાવ્યા છે, જ્યારે અર્ધલશ્કરી દળોએ લશ્કરની ચોકીઓ સામે ડ્રોન અને વિમાન વિરોધી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, ત્યાંના સ્થાનિક લોકોએ કહ્યું કે આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૧ લોકો ઘાયલ થયા છે. આ સિવાય તેમાંથી એકે સોશિયલ મીડિયા પર હુમલામાં નુકસાન પામેલા મકાનો અને કાટમાળમાં શોધતા લોકોની તસવીરો પોસ્ટ કરી છે. આરએસએફએ એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્યો છે કે સેનાના વિમાનોએ આ વિસ્તારમાં બોમ્બમારો કર્યો અને ઘણા લોકો માર્યા ગયા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે લશ્કરી મિગ ફાઇટર જેટને તોડી પાડ્યું હતું, પરંતુ આ સ્વતંત્ર રીતે ચકાસી શકાયું નથી. તમને જણાવી દઈએ કે સુદાનમાં છેલ્લા ઘણા દિવસોથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સુદાનના સૈન્ય નેતા અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને તેના નાયબ અર્ધલશ્કરી દળના આરએસએફ કમાન્ડર મોહમ્મદ હમદાન ડગલો વચ્ચેની લડાઈ બાદ સુદાનમાં હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં ૮૦૦થી વધુ લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. લાખો લોકોએ દેશ છોડી દીધો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/