fbpx
રાષ્ટ્રીય

F141 એન્જિન ભારતમાં જ બનશે, GE અને HAL વચ્ચે કરાર

જનરલ ઇલેક્ટ્રિકની પેટાકંપની જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસે, ગુરુવારે જાહેરાત કરી છે કે તે હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ભારતમાં હ્લ૧૪૧ એન્જિનનું ઉત્પાદન કરશે. આ દરમિયાન, કંપનીએ એક કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન, જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ કંપનીએ આ જાહેરાત કરી છે. આ કરારની જાણકારી જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ બુધવારે અનેક અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જનરલ ઈલેક્ટ્રીકના ચેરમેન અને સીઈઓ એચ. લોરેન્સ કલ્પ જુનિયર, જનરલ ઈલેક્ટ્રીક એરોસ્પેસના સીઈઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા. કંપનીએ તેની પ્રેસ નોટમાં આ કરારને ‘મુખ્ય માઈલસ્ટોન’ ગણાવ્યો છે.

જનરલ ઈલેક્ટ્રિક એરોસ્પેસે કહ્યું કે હ્લ૪૧૪ એન્જિન ભારતના સ્વદેશી નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (ન્ઝ્રછ) તેજસને વધુ પાવર આપશે. જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસના સીઈઓ એચ લોરેન્સ કલ્પ જુનિયરે કહ્યું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથેનો આ એક ઐતિહાસિક કરાર છે, જે ભારત અને એચએએલ સાથેની તેમની લાંબી ભાગીદારીનું પરિણામ છે. તેમણે કહ્યું કે તેમને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જાે બાઈડનના વિઝનને પૂર્ણ કરવા પર ગર્વ છે. જેમાં બંને દેશોના ગાઢ સંબંધની વાત કરવામાં આવી રહી છે.જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસે એ કહ્યું છે કે હ્લ૪૧૪ એન્જિન પોતાનામાં અનોખું એન્જિન છે. જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ ભારતમાં છેલ્લા ૪૦ વર્ષથી કામ કરી રહી છે.

જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ કંપની ભારતમાં એવિઓનિક્સ, સર્વિસ, એન્જિન, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ તેમજ સ્થાનિક સોર્સિંગ સાથે સંકળાયેલી છે. ૧૯૮૬ થી, આ કંપની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (છડ્ઢછ) અને ૐછન્ સાથે ભારતમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કંપની પહેલા હ્લ૪૦૪ એન્જિન અને હવે હ્લ૪૦૪ અને હ્લ૪૧૪ પર કામ કરશે. જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ ભારતમાં બે પ્રોજેક્ટ ધરાવે છે, એક બેંગ્લોરમાં અને બીજાે પુણેમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/