fbpx
રાષ્ટ્રીય

મહિલાઓ મણિપુર ઓપરેશનમાં બાધા રુપ બની, સેનાના કામમાં દખલગીરી ના કરવા અપીલ

મણિપુરની હાલની સ્થિતિથી આપણે સૌ કોઈ અવગત છીએ. હિંસાને હવે બે મહિનાનો સમય પુરો થવા આવશે પણ તેમ છત્તા ત્યાની સ્થિતિ તેમની તેમજ છે. હાલ પણ મણિપુર ચિંતાનો વિષય બન્યો છે. અમિત શાહ આ મુદ્દે બેઠક પણ કરી ચુક્યા છે અને લોકોને સમજાવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેમ છત્તા પણ તેના કોઈ અસર મણિપુરમાં જણાય રહી નથી. આ દરમિયાન, હિંસાગ્રસ્ત મણિપુરમાં મહિલાઓ સુરક્ષા દળો સામે મોરચો ખોલી બેઠી છે. આ સ્થિતિમાં મહિલાઓ મણિપુર ઓપરેશનમાં બાધા રુપ બની રહી છે. ૩ મેના રોજ શરૂ થયેલી મણિપુર હિંસાની આગ હજુ પણ સળગી રહી છે. સેંકડો લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. શાંતિ સ્થાપવા માટે લાખો પ્રયાસો થયા પરંતુ સ્થિતિ હજુ પણ એવી જ છે. ત્યારે આ બધાની વચ્ચે હજારો મહિલા કાર્યકર્તાઓએ સુરક્ષા દળોની કામગીરીને અટકાવી દીધી છે. મહિલા કાર્યકરોએ ત્યાં રસ્તા રોકી ચક્કા જામ કરી દીધા છે. જેની સીધી અસર મણિપુસર ઓપરેશન પર પડી રહી છે કારણે સુરક્ષા દળો મહિલાઓના કારણે પોતાનું ઓપરેશન યોગ્ય રીતે ચલાવી શકતા નથી. સુરક્ષા દળોનું કહેવું છે કે ત્યાંની મહિલાઓ જાણી જાેઈને રસ્તાઓ રોકી રહી છે. ભારતીય સેનાએ ટિ્‌વટ કર્યું કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજાેઈને રસ્તાઓ બ્લોક કરી રહી છે અને સુરક્ષા દળોની કામગીરીમાં દખલગીરી કરી રહી છે. ત્યારે આમ કરીને સેનાની કામગીરીને અટકાવવી કોઈપણ રીતે યોગ્ય નથી.

ગયા અઠવાડિયે, મહિલા કાર્યકરોની દરમિયાનગીરીને કારણે, સુરક્ષા દળોએ મજબૂરીના કારણે ધરપકડ કરાયેલા ૧૨ આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. તે બધા કંગલી યાવોલ કન્ના લૂપ (દ્ભરૂદ્ભન્) બળવાખોર જૂથના હતા. વાસ્તવમાં, ૨૪ જૂનના રોજ, પૂર્વ ઇમ્ફાલના ઇથમ ગામમાં સુરક્ષા દળો દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હથિયારો અને દારૂગોળો સાથે ૧૨ જેટલા ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ૧૨૦૦-૧૫૦૦ મહિલાઓના ટોળાએ સુરક્ષા દળોને ઘેરી લીધા હતા અને આતંકવાદીઓને મુક્ત કરાવ્યા હતા. આ પછી ભારતીય સેનાએ તે વિસ્તાર છોડી દીધો. ભારતીય સેનાએ મણિપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે ત્યાંના લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરવા અપીલ કરી છે. જણાવી દઈએ કે મણિપુરમાં ૩ મેથી હિંસા ચાલી રહી છે. ગયા અઠવાડિયે રાજ્યમાં હિંસાને લઈને સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ એન વિરેન સિંહને હટાવવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ રાજ્યમાં શાંતિ સ્થાપવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. હિંસા રોકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી. આ પછી થોડા દિવસો સુધી રાજ્યમાં શાંતિ સ્થપાઈ હતી, પરંતુ તે પછી ફરી હિંસા ફાટી નીકળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/