fbpx
રાષ્ટ્રીય

પાક.એજન્ટના અશ્લીલ વીડિયોના જાળમાં ફસાયા હતા DRDO ના વૈજ્ઞાનિક, ચાર્જશીટમાં ખુલાસો

ડીઆરડીઓના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર પાકિસ્તાનના ગુપ્તચર એજન્ટની જાળમાં ફસાયા અને તેમને મિસાઈલની ગુપ્ત માહિતી જણાવી હતી. કુરુલકર વિરુદ્ધ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાંથી આ માહિતી મળી છે. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે ‘ઝારા દાસગુપ્તા’ નામની પાકિસ્તાની ગુપ્તચર મહિલા એજન્ટે ડીઆરડીઓના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને પોતાની જાળમાં ફસાવી અને પછી તેની પાસેથી ગુપ્ત રક્ષા પ્રોજેક્ટ્‌સ અને ભારતીય મિસાઈલ સિસ્ટમની માહિતી કઢાવી છે. મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી સ્કોડ (છ્‌જી)એ ગયા અઠવાડિયે કોર્ટમાં કુરુલકર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પ્રદીપ કુરુલકર પૂણેમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડ્ઢઇર્ડ્ઢં)ની લેબમાં ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. પોલીસને માહિતી મળી હતી કે કુરુલકર એક મહિલાના પ્રેમમાં પડીને ગુપ્ત માહિતી લીક કરી રહ્યો છે. કુરુલકરને ‘ઓફિશિયલ સિક્રેટ એક્ટ’ હેઠળ જાસૂસીના આરોપમાં ૩ મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરડીઓના વૈજ્ઞાનિકને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર છ્‌જી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઘણા મોટા ખુલાસા થયા છે. જણાવવામાં આવ્યું છે કે પ્રદીપ કુરુલકર અને ઝરા દાસગુપ્તા એક બીજા સાથે વોટ્‌સએપ પર વાત કરતા હતા. તેઓ માત્ર વોઈસ કોલમાં જ વાત કરતા નહોતા પરંતુ બંને વચ્ચે લાંબા સમય સુધી વીડિયો કોલ પણ થતા હતા. ઝારાએ કુરુલકરને કહ્યું કે તે યુકેમાં રહે છે, જ્યાં તે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. તે અવારનવાર કુરુલકરને અશ્લીલ મેસેજ અને વીડિયો મોકલતી હતી. કુરુલકર તેની જાળમાં ફસાતો રહ્યો અને દેશના રહસ્યો જણાવતો રહ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઝારાનું આઈપી એડ્રેસ પાકિસ્તાનમાં હતું. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની એજન્ટે પહેલા કુરુલકરને તેની સુંદરતાના જાળમાં ફસાવ્યો અને પછી તેની પાસેથી મિસાઈલ સહિત અનેક રક્ષા પ્રોજેક્ટ્‌સની ગુપ્ત માહિતી મેળવી હતી. કુરુલકરે પાકિસ્તાની એજન્ટને બ્રહ્મોસ લોન્ચર, ડ્રોન, યુસીવી, અગ્નિ મિસાઈલ લોન્ચર અને મિલિટરી બ્રિજિંગ સિસ્ટમ જેવા હથિયારોની જાણકારી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે કુરુલકર પાકિસ્તાની એજન્ટના પ્રેમમાં એટલો બધો પડી ગયો હતો કે તેણે ડ્ઢઇર્ડ્ઢંની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઈલ ફોનમાં જ સ્ટોર કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી તે ઝારા સાથે આ માહિતી શેર કરતો હતો. ડ્ઢઇર્ડ્ઢં વૈજ્ઞાનિકે ઝારાને સરફેસ ટુ એર મિસાઈલ (જીછસ્), ડ્રોન્સ બ્રહ્મોસ અને અગ્નિ મિસાઈલ લોન્ચર વિશે પણ માહિતી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/