fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિરુદ્ધ નફરતા ફેલાવાના આરોપમાં હ્લૈંઇ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ની છબી ખરાબ કરનો દિગ્વિજય સિંહ પર આરોપ લાગ્યો છે અને તેને લઈને તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા પર આરોપ છે કે તેમણે શનિવારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદિત ટિ્‌વટ કરી હતી અને આરએસએસની છબી ખરાબ કરવાના હેતુથી સંઘના બીજા નેતા માધવ સદાશિવ રાવ ગોલવલકરની તસવીર સાથે વિવાદાસ્પદ ટ્ટિપણીની પોસ્ટ્‌સ વાયરલ કરી હતી. ત્યારે આ મામલે તેમની વિરુદ્ધ ઈન્દોરના તુકોગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૧૫૩છ, ૪૬૯, ૫૦૦, ૫૦૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શનિવારે એક ટિ્‌વટમાં દિગ્વિજય સિંહે લોકોને ગોલવલકરની વિચારધારા જાણવાની અપીલ કરી હતી. આ માટે તેમણે એક કટિંગ પણ શેર કર્યુ હતુ. જેમાં ઉપર લખવામાં આવ્યું છે કે, “ગુરુ ગોલવલકર જીના દલિતો, પછાત અને મુસ્લિમો અને રાષ્ટ્રીય જળ, જંગલ અને જમીન પર લોકો માટે શું વિચારો હતા ” આ સાથે તેમાં એક તસવીર શેર કરવામાં આવી છે અને તેના પર વિવાદાસ્પદ લખાણ લખવામાં આવ્યું છે. આ તસવીર ગોલવલકરના પુસ્તક ‘વી એન્ડ અવર નેશનહુડ આઈડેન્ટિફાઈડ’માંથી લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ગોવાલકર દ્વારા કથિત રીતે બોલવામાં આવેલી લાઈનો લખવામાં આવી છે. કટિંગમાં, ગોવાલકરને કથિત રીતે અંગ્રેજાેની ગુલામી માટે તૈયાર હોવાનું અને દલિતો-પછાત અને મુસ્લિમોને આપવામાં આવેલા અધિકારોનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ત્યારે આ મામલે દિગ્વિજય સિંહ વિરુદ્ધ ઈન્દોરમાં રહેતા વકીલ અને સંઘ કાર્યકર્તા રાજેશ જાેશીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જાેશીએ પોતાની ફરિયાદમાં દિગ્વિજય સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરને વિવાદાસ્પદ ગણાવ્યું હતું. પોસ્ટરને હિંદુ-મુસ્લિમો અને દલિતો વચ્ચે ઉશ્કેરણી ગણાવીને તે ગોલવલકરનું અપમાન કરતી ટિ્‌વટ હોવાનું જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/