fbpx
રાષ્ટ્રીય

યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થતા દિલ્હીની સ્થિતિ વધુ ખરાબ થઈ

દિલ્હીમાં યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં યમુનાનું જળસ્તર ૨૦૮.૫૭ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં રાજધાનીના નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરનું સંકટ હજુ સંપૂર્ણપણે ટળ્યું નથી. જણાવી દઈએ કે, યમુનાના જળસ્તરનો ૪૫ વર્ષનો રેકોર્ડ તોડી ચૂક્યો છે. યમુના નદી કાંઠાના વિસ્તારોમાં ફરી પાણી વળ્યા છે. નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાતા દ્ગડ્ઢઇહ્લએ મોરચો સંભાળ્યો છે. અત્યાર સુધી ૧૬૫૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા સૂચના આપવામાં આવી છે. દિલ્લીના આઉટર રિંગ રોડ પર યમુનાના પાણી ભરાયા છે. ચંગીરામ અખાડા, મોનેસ્ટ્રી માર્કેટ અને લોખંડના પુલ પાસે પાણી ભરાયા છે. દિલ્હીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ કરવામાં આવી છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી યમુનામાં પાણી છોડાઈ રહ્યું છે. દર કલાકે ૧થી ૨ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. યમુના નદીનું જળસ્તર વધવાને કારણે દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે શાહદરાથી ૈંજીમ્‌, કાશ્મીરી ગેટથી સીલમપુર ટી-પોઈન્ટ થઈને કેશવ ચોક-કરકરડૂમા કોર્ટ-રોડ નંબર ૫૭-દ્ગૐ-૨૪ તરફ ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. દિલ્હીમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે સવારે શહેરમાં પાણી વધવાને કારણે યમુના બેંક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી મેટ્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે યમુના નદીના જળસ્તર વધવાને કારણે યમુના બેંક મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે. જાેકે મેટ્રોની બ્લુ લાઇન સામાન્ય રીતે કામ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/