fbpx
રાષ્ટ્રીય

પૂરની સ્થિતિ વચ્ચે દિલ્હીમાં વરસાદ, યુપીમાં એલર્ટ

દેશની રાજધાની દિલ્હીમાં વરસાદના પાણી વચ્ચે તણાઈ રહી છે. ત્યારે આજે પણ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે જ શહેરમાં શુક્રવાર અને શનિવારે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે ૈંસ્ડ્ઢ એ ગુરુવારે જણાવ્યું હતું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની મોસમ યથાવત ચાલુ રહેશે. આ ઉપરાંત ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે. શુક્રવારે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે શનિવારે ૧૫ જુલાઈ એ ‘યલો’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખનૌના હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર રાજ્યમાં સક્રિય છે. આ દરમિયાન અનેક જગ્યાએ વ્યાપક વરસાદ થયો હતો. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પણ થયો હતો. હવામાન વિભાગે ૧૮ જુલાઈ સુધી રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડ્ઢસ્ઇઝ્ર) કહે છે

કે યમુના બેંક મેટ્રો સ્ટેશન તરફ જતો રસ્તો હાલમાં પાણી ભરાવાને કારણે બંધ છે. ડ્ઢસ્ઇઝ્રએ ટ્‌વીટ કર્યું કે, ‘યમુના નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે, યમુના બેંક મેટ્રો સ્ટેશન તરફ જતો રસ્તો હાલમાં વાહન ચલાવી શકશે નહીં. કૃપા કરીને તે મુજબ તમારી મુસાફરીની યોજના બનાવો અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરો. સ્ટેશન પર ઇન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ છે. ઉત્તર પ્રદેશમાં બે દિવસ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પાંચ દિવસ, પૂર્વ રાજસ્થાનમાં આજે, ઉત્તર હરિયાણામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સોમવારે ૈંસ્ડ્ઢ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ભારતમાં કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ, જ્યારે કેટલીક જગ્યાએ દુષ્કાળ ચાલુ છે. હવામાન વિભાગે ગુરુવારે સંભાવના વ્યક્ત કરી છે કે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જાે કે, ૧૫ અને ૧૬ જુલાઇ એટલે કે શનિવાર અને રવિવારના રોજ વરસાદની ગતિ ધીમી પડી શકે છે, પરંતુ ૧૭ જુલાઇથી હવામાન ઝડપી બનશે અને ભારે વરસાદની સંભાવના છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/