fbpx
રાષ્ટ્રીય

સીમા હૈદરના નકલી દસ્તાવેજાે બનાવનારા બે ભાઈઓનીUP ATS એ અટકાયત કરી

યુપી એટીએસ, પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદર મામલે સતત તપાસ કરી રહી છે. યુપી એટીએસે રવિવારે ઉત્તર પ્રદેશના બુલંદનગર જિલ્લાથી ૨ ભાઈઓની ધરપકડ કરી છે. છ્‌જીએ પુષ્પેન્દ્ર મીણા અને પવન મીણા નામના ૨ ભાઈઓની ધરપકડ કરી છે. તેઓ અહમદગઢમાં જન સેવા કેન્દ્ર ચલાવતા હતા. આ બંને ભાઈઓ પર આરોપ છે કે તેમણે સીમા હૈદર અને સચિન મીણાના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજ સાથે છેડછાડ કરી છે. મળતી માહિતી અનુસાર, દસ્તાવેજમાં ફેરફાર માટે સચિન અને સીમા તેમની પાસે ગયા હતા. થોડા રુપિયા માટે બંનેએ દસ્તાવેજાેમાં ફેરફાર કર્યા હતા. હાલ બંને ભાઈઓની અટકાયત કરવામાં આવી છે. આ બંને ભાઈઓની ધરપકડ માટે ૪ અધિકારીઓ સાદા કપડામાં આવ્યા હતા. બંનેની ધરપકડ જન સેવા કેન્દ્રમાં જ કરવામાં આવી હતી. જન સેવા કેન્દ્રની બાજુના દુકાનદાર સોમવીરે જણાવ્યુ કે, તે સમયે અહીં ૨ ગાડી આવી, જેમાંથી ૪ લોકો જન સેવા કેન્દ્રમાં બેઠેલા બંને ભાઈઓને પકડીને લઈ ગયા. થોડી વાતચીત બાદ તેઓ પિસ્ટલ બતાવીને બંને ભાઈઓ અને કોમ્પયૂટર લઈ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/