fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીર કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ૩ જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ (સ્ટ્ઠિંઅિ) થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ત્રણેયના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે.પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોને દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના હલન ફોરેસ્ટ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ તેમણે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. સર્ચ ઓપરેશન દરમિયાન આ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરુ કર્યો હતો. સુરક્ષા દળોએ આ ફાયરિંગ પર જવાબી કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાએ એક ટિ્‌વટ કરીને જણાવ્યું છે કે, કુલગામમાં હલની ઊંચા શિખરો પર આતંકીઓ હોવાની સૂચના મળતા જ સુરક્ષા દળોએ ૪ ઓગસ્ટ, ૨૦૨૩ના દિવસ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા અને પછી શહીદ થયા. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. આ પહેલા પુંછ વિસ્તારમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઢેર કર્યા હતા. ભારતીય સેનાના સ્પેશલ ફોર્સ, નેશનલ રાઈફલ્સ અને જમ્મૂ-કશ્મીર પોલિસના જાેઈન્ટ ઓપરેશન દ્વારા આ વિદેશી આતંકીવાદીઓને મારવામાં આવ્યા હતા. જમ્મુ અને કશ્મીરમાં વર્ષોથી ભારતીય સેનાના જવાનો પોતાના જીવના જાેખમે દેશની રક્ષા માટે તૈનાત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/