fbpx
રાષ્ટ્રીય

G૨૦ સમિટ પહેલા દિલ્હીમાં ભારે વરસાદ, દિલ્હી સહિત ૧૮ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ય્-૨૦ સમિટની શરૂઆત પહેલા આજે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે જી-૨૦ સમિટની બેઠક ૯ અને ૧૦ સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે વરસાદ ય્-૨૦ સમિટની મજા બગાડશે કે કેમ? ગઈ કાલે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો. જણાવી દઈએ કે આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૭ અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન ૩૬.૪ અને લઘુત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી સેલ્સિયસ હતું. આ સાથે જ હવામાન વિભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ૈંસ્ડ્ઢએ મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંદુરગઢ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, મુંબઈ માટે ગ્રીન એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સિવાય કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં આગામી ૨૪-૪૮ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, હવામાન વિભાગે વિદર્ભ, ગોવા, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, કર્ણાટક અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) અનુસાર, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ૈંસ્ડ્ઢ અનુસાર, આજે દિલ્હી-દ્ગઝ્રઇ વિસ્તારમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે. ૈંસ્ડ્ઢ અનુસાર, ચોમાસું ફરી એકવાર થોડું સક્રિય દેખાઈ રહ્યું છે અને આજે દેશના ૧૮ રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે.

Follow Me:

Related Posts