fbpx
રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી,”આવનારા વર્ષોમાં ભારતમાં ચિપ ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ”ભારતમાં ચિપ મેન્યુફેક્ચરિંગ થાય, તમામ ક્ષેત્રમાં ઝડપી વિકાસ થશે તેવી દુનિયાની ઈચ્છા છે :અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે અમે ટૂંક સમયમાં ચિપ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં આર્ત્મનિભર દેશોમાં સામેલ થવા જઈ રહ્યા છીએ. અશ્વિની વૈષ્ણવ કહે છે કે સમગ્ર વિશ્વમાં ચિપ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. આજે તે વિશ્વભરમાં ૬૫૦ અબજ ડોલરનો ઉદ્યોગ છે. આવનારા ૬ વર્ષમાં આ બમણું થવા જઈ રહ્યું છે. આના પરથી સમજી શકાય છે કે ભવિષ્યમાં તેનો વિકાસ કેટલો ઝડપથી થવાનો છે. ભારત માટે આ ક્ષેત્રમાં આગળ વધવાનો આ યોગ્ય સમય છે. અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારત પર ઘણો વિશ્વાસ કરે છે. અમારી વિદેશ નીતિ પર વિશ્વાસ કરવામાં આવી રહ્યો છે. આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ. અમારી પાસે ખૂબ જ સ્વચ્છ અને પારદર્શક સિસ્ટમ છે. એટલા માટે વિશ્વ ઇચ્છે છે કે ચિપ મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય


ચિપનું ઉત્પાદન કેવી રીતે થાય છે?.. જે જણાવીએ, બ્રુટ ઈન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ભારતમાં આ ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ જાેવા મળી રહી છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે ચિપ્સના ઉત્પાદનની પ્રક્રિયાને પણ વિગતવાર સમજાવી હતી. તેમણે કહ્યું કે ચિપ મેન્યુફેક્ચરિંગ એક નાજુક પ્રક્રિયાનો એક ભાગ છે. આમાં, સૌથી પહેલા ડિસ્ક આકારની વેફર બનાવવામાં આવે છે, ચિપને ખૂબ કાળજી સાથે વેફરમાં ફીટ કરવામાં આવે છે. બાદમાં ચિપને વેફરથી અલગ કરવામાં આવે છે અને તેમાં પાવર સપ્લાયની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે તમને જાણીને નવાઈ લાગશે કે એક ચિપની ક્ષમતા કેટલાય કિલોમીટર વાયર જેટલી હોય છે. હવે આવી જ ચિપ ભારતમાં પણ બનાવવામાં આવનાર છે.


ચિપનું ઉત્પાદન આપણા માટે કેટલું ફાયદાકારક છે?.. જે જણાવીએ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે અત્યાર સુધી ટ્રેન, મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, ઓટોમોબાઈલમાં ઈમ્પોર્ટેડ ચિપ્સનો ઉપયોગ થતો હતો, પરંતુ ટૂંક સમયમાં ભારતમાં તેનું ઉત્પાદન થશે ત્યારે તેની કિંમત ઓછી થઈ જશે. તેનાથી યુવાનોને રોજગાર મેળવવામાં ઘણી મદદ મળશે. તેમણે કહ્યું કે એકવાર તમે સેમિકન્ડક્ટર ઉદ્યોગની સ્થાપના કરી લો, પછી તમે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ સાધનો જેવા ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો માટે પણ દરવાજા ખોલો. આ સાથે તમારો ઓટોમોબાઈલ ઉદ્યોગ આગળ વધશે, તમારા ટ્રેન સાધનોનું ઉત્પાદન વધશે. એટલું જ નહીં, સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે દેશના સમગ્ર ઉદ્યોગનું માળખું બદલાશે. તેનાથી તમામ ક્ષેત્રોમાં યુવાનોને રોજગારી મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/