fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોની દયનીય સ્થિતિઃ સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્મિત આયોગનો રિપોર્ટ

ભારતમાં અલ્પસંખ્યકો સાથે દુર્વ્યવહારનો ખોટો મુદ્દો ચગાવાનારા પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોની દયનીય સ્થિતિ આખા વિશ્વ સામે ખુલ્લી પડી ચૂકી છે. એવામાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે દ્વારા રચવામાં આવેલા આયોગે તેની રિપોર્ટમાં પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. આયોગની રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનમાં હિન્દુઓના ધાર્મિક સ્થળોની સ્થિતિ કેટલી દયનીય છે.

આયોગે એના રિપોર્ટમાં અફસોસ વ્યક્ત કર્યો હતો કે ઈ્‌ઁમ્ હિન્દુઓના મોટાભાગના પ્રાચીન ધાર્મિક સ્થળોની સાચવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં ૩૬૫ મંદિર છે જેમાં માત્ર ૧૩ મંદિરની જાળવણીની જવાબદારી ઇટીપીબીએ લીધી હતી. આ પૈકી ૬૫ મંદિર એવા છે જેની સાચવણી ધાર્મિક અલ્પસંખ્યક હિન્દુઓ જાતે કરી રહ્યા છે જ્યારે ૨૮૭ મંદિરો અહીંના કટ્ટરપંથીઓને હવાલે કરી દેવામાં આવ્યા છે.

અહીં સુધી કે રિપોર્ટમાં એવો ખુલાસો પણ કરાયો હતો કે ૭૩ વર્ષ પછી પણ ઇટીપીબીનો રસ અલ્પસંખ્યકોની મોંઘી સંપત્તિઓ પચાવવામાં જ છે. જે હેઠળ અહીંના અલ્પસંખ્યક હિન્દુઓના પ્રાચીન મંદિરો, પૂજાના સ્થળો અને સંપત્તિઓ ઇટીપીબી કબજે લઇ ચૂક્યુ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગત મહિને ખેબર પખ્તૂનખ્વામાં તોડી પડાયેલા ૧૦૦ વર્ષ જૂના હિન્દુ મંદિરને ફરીથી બનાવવાના આદેશ આપ્યા હતા. આ મંદિર ડિસેમ્બર ૨૦૨૦માં પાકિસ્તાની કટ્ટરપંથીઓ તોડી પાડી એમાં આગ લગાવી દીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/