fbpx
રાષ્ટ્રીય

સાઉદીથી ભારત સુધી નાખવામાં આવશે રેલ્વે લાઇન

દિલ્હીમાં ય્૨૦ સમિટ માટે મંચ તૈયાર છે. જાે બાઈડન અમેરિકાથી ભારત પહોચી ગયા છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ ભારત આવી રહ્યા છે. તે દરમિયાન, મોટા સમાચાર એ છે કે પીએમ મોદી અને કેટલાક અન્ય ય્૨૦ દેશો સહિત આ બંને નેતાઓ વચ્ચે રેલ ડીલ થઈ શકે છે. આ ડીલની જરૂરિયાત એટલા માટે ઉભી થઈ કારણ કે ચીન મધ્ય પૂર્વમાં પોતાનો દબદબો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાઈનીઝ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો સામનો કરવા માટે આ ડીલને કોન્ફરન્સ દરમિયાન અથવા બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.

અમેરિકામાં એવી જાેરદાર ચર્ચા છે કે જાે આ ડીલ ફાઈનલ થઈ જશે તો બાઈડન એડમિનિસ્ટ્રેશન માટે મિડલ ઈસ્ટમાં પોતાની પોલિસી લાગુ કરવામાં સરળતા રહેશે. ઉદાહરણ તરીકે, ઇઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સુધારવાનું સરળ બની શકે છે. ચીનને નવા પ્રોજેક્ટથી પણ જવાબ આપી શકાય છે. એક તીર વડે બે નિશાનો મારી શકાય છે.
ચીન ઝડપથી મધ્ય પૂર્વના દેશોમાં પોતાનો પગપેસારો કરી રહ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા ચીને વિશ્વભરના દેશોમાં રોડ માર્ગે પ્રવેશ મેળવ્યો. આ પહેલ હેઠળ રેલવેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેના જવાબમાં ચીન વિરોધી દેશો રેલ ડીલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ અરબ દેશો એશિયાઈ ક્ષેત્ર લેવન્ટ સાથે જાેડાશે, જે ઈઝરાયેલ થઈને અરબી સમુદ્ર થઈને ભારત પહોંચશે. ય્૨૦ સિવાય, એક જૂથ ૈં૨ેં૨ એટલે કે ભારત, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્‌સ છે.

છેલ્લા ૧૮ મહિનામાં ગલ્ફ અને અન્ય દેશોને જાેડવા માટે રેલ પ્રોજેક્ટનો મુદ્દો આ સમૂહની બેઠકમાં આવ્યો હતો. ઘણા ખાડી દેશો ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો ભાગ છે. આવી સ્થિતિમાં ચીન ત્યાં પોતાની હાજરી વધારી રહ્યું છે, જે ભારત અને અમેરિકા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બાઈડનનો પ્રયાસ આ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનો છે જે તેમના માટે મધ્ય પૂર્વનો માર્ગ સરળ બનાવે છે અને અમેરિકન સત્તાનો માર્ગ પણ ખોલે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/