fbpx
રાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં વિદ્યાર્થીઓને લઈ જતી બસ પલટી જતા ૨ના મોત, ૪૦થી વધુ ઘાયલ

ન્યૂયોર્ક સિટીથી લગભગ ૭૫ માઈલ ઉત્તરે આવેલા ઓરેન્જ કાઉન્ટીમાં ઈન્ટરસ્ટેટ ૮૪ પર બેન્ડ કેમ્પના કાર્યક્રમ માટે જતી બસ પલટી જતાં ઓછામાં બે વ્યક્તિના મોત થયા છે જેમાં ઓછામાં ઓછા ૪૮ વિદ્યાર્થીઓ ઘાયલ થયા ગયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ ઘટના એટલી ભયાનક હતી કે તે અકસ્માતને જાેનારા લોકો પણ દંગ રહી ગયા હતા.

ન્યુ યોર્ક સ્ટેટ પોલીસ લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ એલએ જણાવ્યુ હતુ કે કોમર્શિયલ બસમાં ફાર્મિંગડેલ હાઈસ્કૂલના ૪૦ વિદ્યાર્થીઓ અને ચાર પુખ્ત વયના લોકો હતા, જેમાં મૃત્યુ પામેલા બે લોકોની ઓળખ ૪૩ વર્ષીય જીના પેલેટિયર અને ૭૭ વર્ષીય બીટ્રિસ ફેરારી તરીકે કરી હતી. આ સાથે ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ એમ્પ્રેસ ઇએમએસના વાઇસ પ્રેસિડેન્ટ અને સીઓઓ ડેનિયલ મિનર્વાએ જણાવ્યું હતું. મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતમાં ડઝનબંધ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.હાઈસ્કૂલના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે બસ લોંગ આઈલેન્ડ પર ફાર્મિંગડેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બેન્ડ કેમ્પ માટેના કોન્સર્ટમાં લઈ જઈ રહી હતી.

શાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બસ ગ્રીલી, પેન્સિલવેનિયા તરફ જતી હતી. ફાર્મિંગડેલ હાઈસ્કૂલના પ્રવક્તા જેક મેન્ડલિંગરે સીએનએનને જણાવ્યું હતું કે, “અમને જાણ કરવામાં આવી હતી કે બેન્ડ કેમ્પ માટે ગ્રીલી, ઁછ તરફ જતી બસનો ભંયકર અકસ્માત થયો છે.” “પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્ર ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પહોચ્યું હતુ “ ગુરુવારે બપોરે એક નિવેદનમાં, ફાર્મિંગડેલ સ્કૂલ ડિસ્ટ્રિક્ટે જણાવ્યું હતું કે બસ પેન્સિલવેનિયામાં બેન્ડ કેમ્પ પ્રોગ્રામ માટે જતી છ બસમાંથી એક હતી.પોલીસ ગુરુવારે સાંજે બસ અકસ્માત અંગે નિવેદન બહાર પાડ્યુ હતુ.

શાળાના પ્રવક્તાએ જણાવ્યું કે બસ બેન્ડ કેમ્પ કોન્સર્ટ માટે જઈ રહી હતી. એરિયલ તસવીરો પૂર્વ અને પશ્ચિમ તરફના રસ્તાઓ વચ્ચે, જંગલની વચ્ચે પેસેન્જર બસ અકસ્માતના કારણે ખાબકી હતી. અકસ્માત સ્થળ પર ઇમરજન્સી કર્મચારીઓ જાેઇ શકાય છે અને હાઇવે પર મેડિકલ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસે જણાવ્યું હતું કે ૈં-૮૪ એક્ઝિટ ૧૫છ પર બંધ કરવામાં આવ્યું હતું, અને ઉમેર્યું હતું કે “ઇન્ટરસ્ટેટ ૮૪ વેસ્ટબાઉન્ડ કેટલાક કલાકો સુધી બંધ રહેવાની ધારણા છે.” ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે તેમને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી અને ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસ અને ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી એન્ડ ઇમરજન્સી સર્વિસિસના સભ્યો ઘટનાસ્થળે પ્રતિસાદ ટીમોને મદદ કરી રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/