fbpx
રાષ્ટ્રીય

ઓપરેશન અજય : ઈઝરાયલમાં ફસાયેલા ૨૩૫ ભારતીયોનું બીજું જૂથ દિલ્હી પહોંચ્યું

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ઘણા બધા ભારતીયો ફસાઈ ગયા છે તે તમામને બચાવવા ભારત સરકારે ઓપરેશન અજય શરુ કર્યુ છે. જેમાં પહેલી બેચમાં ૨૧૨ લોકો ભારત આવ્યા હતા. આ અંતર્ગત ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા ચાલુ છે. જે બાદ આજે ૨૩૫ ભારતીયોનું બીજું જૂથ દિલ્હી પહોંચ્યું છે.

વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહ તે ભારતીયોને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલથી ભારત આવેલા ભારતીયો ફ્લાઈટમાં બેસીને વંદે માતરમના લગાવ્યા નારા લગાવ્યા હતા. ઈઝરાયેલથી ભારતીય નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટ શુક્રવારે સાંજે મોકલવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી મુજબ ઈઝરાયલમાં લગભગ ૧૮,૦૦૦થી વધુ ભારતીયો ઈઝરાયેલમાં ફસાયેલા છે. ભારત સરકારે બુધવારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે તેઓ ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જણાવીએ કે, ૨૧૨ નાગરિકોની પ્રથમ બેચ શુક્રવારે સવારે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભારત પહોંચી હતી.

ઇઝરાયેલથી ભારતીય નાગરિકોના પરત ફરવા માટેની પ્રથમ ફ્લાઇટ ગુરુવારે મોડી સાંજે ૨૧૨ લોકોને લઇને બેન ગુરિયન એરપોર્ટથી નીકળી હતી અને શુક્રવારે સવારે દિલ્હી પહોંચી હતી. તમને જણાવી દઈએ કે તેમના પરત આવવાનો તમામ ખર્ચ ભારત સરકાર ઉઠાવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે લગભગ ૧૮,૦૦૦ ભારતીયો હાલમાં ઇઝરાયેલમાં રહે છે. જણાવીએ કે, હમાસે ગયા શનિવારે સવારે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના લડવૈયાઓએ ઈઝરાયેલ પર ૫૦૦૦ થી વધુ રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં ૧૩૦૦થી વધુ ઈઝરાયલી લોકોના મોત થયા હતા જ્યારે હજારો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં હમાસના સેંકડો લોકો માર્યા ગયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. બંને વચ્ચે છેલ્લા સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલ હમાસ પર સતત હુમલા કરી રહ્યું છે. તેના લગભગ ૩ લાખ સૈનિકો ગાઝા પટ્ટીમાં તૈનાત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/