fbpx
રાષ્ટ્રીય

નેપાળમાં ભૂકંપની તબાહી, ૧૨૮ લોકોએ ગુમાવ્યા જીવ

ગઈકાલે રાત્રે નેપાળમાં ભૂકંપનો મોટો ઝટકો આવ્યો હતો. જેના કારણે દિલ્હી-ઉત્તરપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તેની અસર જાેવા મળી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ હતું. ત્યારે ભૂકંપની તીવ્રતા ૬.૪ હતી, જેને સમગ્ર નેપાળમાં હલચલ મચાવી દીધી છે. આ ભૂકંપના કારણે નેપાળમાં અત્યાર સુધીમાં ૧૨૮ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. નેપાળમાં એક મહિનામાં ત્રીજી વખત આવો ભૂકંપ આવ્યો છે. રાત્રે લગભગ ૧૧ કલાક ૩૨ મિનિટે આવેલા આ ભૂકંપના ઝટકાથી દિલ્હી-દ્ગઝ્રઇ સહિત સમગ્ર ઉત્તર ભારતના ઘણા ભાગમાં અસર થઈ છે.

જેવો લોકોએ ભૂકંપના ઝટકાનો અનુભવ કર્યો કે લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. હાલમાં ચારે તરફ ભયનો માહોલ છે…. નેપાળમાં આવેલા આ ભૂકંપના લીધે અત્યાર સુધી ૧૨૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ જજરકોટ જિલ્લામાં ૧૭, રૂકુમ જિલ્લામાં ૩૬ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ઘણુ નુકસાન પણ પહોંચ્યુ છે. આ દુર્ઘટના પર નેપાળના વડાપ્રધાન પુષ્પ દહલ પ્રચંડે દુઃખ વ્યક્ત કર્યુ છે. હાલમાં બંને જિલ્લામાં બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં છેલ્લા ૧ મહિનામાં આ પ્રકારનો ત્રીજાે ભૂકંપનો ઝટકો આવ્યો છે અને ત્રણેય વખતની તીવ્રતા ૬ કરતા વધારે રહી છે. ભૂકંપના કારણે દેશમાં ભૂસ્ખલન અને મકાન પડવાની ઘટનાઓ પણ ઘણી સામે આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/