fbpx
રાષ્ટ્રીય

વસુંધરા રાજેએ ઝાલરાપાટનથી ઉમેદવારી નોંધાવી

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ શનિવારે ઝાલરાપાટન વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશી પણ સ્થળ પર હાજર હતા. વસુંધરા રાજેએ છેલ્લા ૩૪ વર્ષથી આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે ૫ વખત સાંસદ અને ૪ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ રીતે, ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રમાંથી રાજેની આ ૧૦મી ઉમેદવારી છે.

નોમિનેશન પહેલા વસુંધરા રાજે ઝાલાવાડના રાડીના બાલાજી મંદિરમાં ગયા અને પ્રાર્થના કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. આ પછી તેઓ માણસા પૂર્ણા હનુમાનજી મંદિર ગયા અને પૂજા કરી. અને પછી ઉમેદવારી ફોર્મ ભરવા માટે ૧ઃ૩૦ વાગે ત્યાંથી રવાના થયા હતા… ઝાલરાપાટન વિધાનસભા મતવિસ્તારમાંથી ફરી એકવાર મ્ત્નઁ ના ઉમેદવાર બનાવવા પર શુક્રવારે પોતાનું પહેલું નિવેદન આપતા રાજેએ કહ્યું હતું કે, રાજ્યમાં ફરી એવો જ વિકાસ થશે જેવો વિકાસ અગાઉની ભાજપ સરકાર વખતે થયો હતો. જ્યારે હું પહેલીવાર ઝાલાવાડ આવી હતી

ત્યારે આ વિસ્તાર ઘણો પછાત હતો. પરંતુ આટલા વર્ષોમાં સૌના સહયોગથી ઝાલાવાડ વિકાસના અનેક આયામોને સ્પર્શી ગયું છે. ઝાલાવાડમાં શક્તિ પ્રદર્શન દરમિયાન આપવામાં આવેલા વસુંધરા રાજેના આ નિવેદનની હાલ સમગ્ર રાજસ્થાનમાં ચર્ચા થઈ રહી છે. નામાંકન ભર્યા બાદ મીડિયાએ જ્યારે રાજેને આ નિવેદન વિશે પૂછ્યું તો વસુંધરાએ કહ્યું, ‘ઝાલાવાડ મારો પરિવાર છે. આ પરિવારમાં આપણે એવી ઘણી બાબતો વિશે વાત કરીએ છીએ જેનો કોઈ રાજકીય અર્થ નથી. વધુમાં તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું ક્યાંય જવાની નથી. મેં હમણાં જ મારું ઉમેદવારી પત્ર ભર્યું છે. મારી નિવૃત્તિ વિશે તમારા મનમાં કંઈ વાત રાખશો નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/